Showing posts with label વહિવટી. Show all posts
Showing posts with label વહિવટી. Show all posts

Feb 12, 2021

કારના પાછળ જોવાના કાચમાં – ૨

સુરેશ જાની

શુક્રવાર તા. ૫, ફેબ્રુઆરીએ આપણે છેલ્લી સંઘ-પ્રવૃત્તિ કરી. જીવનની કારના પાછળ જોવાના કાચમાં દર્શન.

Feb 11, 2021

સંધ્યાકાળે

સંકલન - સુરેશ જાની  

'ગુગમ' નું વોટ્સ એપ ગ્રુપ બંધ થઈ રહ્યું છે. એ સમયે મળેલ સંદેશાઓ -

Dec 28, 2020

ચર્ચાચોરો - પ્રવેશક

 

સમૂહ પ્રવૃત્તિમાં ચર્ચા અને વિચારોનું આદાન – પ્રદાન  બહુ અગત્યનાં હોય છે. તો જ કોઈ પણ જૂથ આગળ વધી શકે અને એકમેકને બરાબર સમજી શકે.  પણ તેનાં સ્પષ્ટ ભયસ્થાનો પણ છે જ. તેની સૌને જાણ પણ છે જ. આથી નીચેની બે બાબતોનો ખાસ ખ્યાલ રાખવા સૌ મિત્રોને વિનંતી છે –

૧) ‘આપણે પણ ખોટા હોઈ શકીએ છીએ. ‘ – એ સત્યનો અંતઃકરણપૂર્વક સ્વીકાર. આથી અન્ય વ્યક્તિના મંતવ્યને તટસ્થ રીતે મૂલવવા અને યોગ્ય લાગે તો સ્વીકારવા માનસિક તૈયારી.

૨) આપણે અને બીજા ઘણા બધા મિત્રો એક જ મતના હોઈએ તો પણ; કોઈ એક વ્યક્તિને પોતાના મત અને વિચાર પર ટકી રહેવાનો પૂર્ણ અધિકાર હોય છે. એનો પૂરી ખેલદિલી પૂર્વક સ્વીકાર.

 ----

ઉપરોક્ત બે બાબતો ધ્યાનમાં રાખીને ચર્ચામાં ભાગ પૂરા ઉત્સાહથી ભાગ લેવા સૌને ઈજન છે.  

જો કમ સે કમ પાંચ મિત્રો આ બે અગત્યના મુદ્દા ધ્યાનમાં રાખી,  ચર્ચામાં ભાગ લેશે તો આ વિભાગ ચાલુ રાખવામાં આવશે .

દર મંગળવારે નવી ચર્ચા શરૂ કરવા અને રવિવારે સમાપન કરવા આયોજન છે.  

Dec 13, 2020

ગુગમનો ઉદ્દેશ

કુતૂહલ

શોધ

કલ્પના

સ.સ.

સંઘ પ્રવ્રુત્તિ


હું નહીં... આપણે



Nov 7, 2020

ગુગમની કાર્ય પદ્ધતિ

      જેમ જેમ નવા મિત્રો 'ગુગમ'માં જોડાતા જાય છે, તેમ તેમ તેમને માટે આપણી રીતનો ખ્યાલ આપવો પડતો હોય છે. આથી આપણી કાર્ય પદ્ધતિનો ખ્યાલ આપવા આ કાયમી સંદર્ભ બનાવ્યો છે.

Mar 22, 2020

એક નવું અભિયાન

      ગુગમના વિચારનો વ્યાપ થાય એ હેતુથી વધારે સભ્યો ઉમેરવાનો વિચાર છે. ભૂતકાળમાં આ માટે કોઈ શરતો રાખી ન હતી. પણ ગુગમ એક હેતુલક્ષી ગ્રુપ છે, અને ત્રણ મહિના બાદ નવી છલાંગ ભરવા પ્રતિબદ્ધ છે.  માટે એમાં સભ્યો  ઈચ્છાથી જોડાય અને શિસ્તપાલન માટે માનસિક રીતે તૈયાર હોય એ હવે જરૂરી લાગે છે. આથી નવા જોડાનાર મિત્રો  નીચેની બાબતો માટે સંમત હોય તો તેમને ગુગમમાં ઉમેરવા – એવો વિચાર છે. 
(અલબત્ત આપણા સૌ માટે પણ. )

Feb 8, 2020

ગુગમ અને વર્કશોપ


    ૯, ડિસેમ્બર – ૨૦૧૯ ના દિવસે જન્મેલો ‘ગુગમ’ બાબલો ત્રણ મહિનાનો થયો. દરેક મહિને કાંઈક લખવા મન થાય છે. આજે ગુગમની વર્કશોપ વિશે થોડુંક…

Jan 12, 2020

ગુગમ, અહેવાલ - ૧


      બાળક જન્મે ત્યાર બાદનો પહેલો મહિનો, બાળકની હસ્તી જેટલો જ નાજૂક હોય છે. આપણો આનંદ છે કે, આપણો ગુગમ એક મહિના જીવી ગયો છે. એના સૌ સંવર્ધક અને હિતચિંતક મિત્રોને હાર્દિક અભિનંદન. એના પહેલા મહિનાના જીવનનો આ અહેવાલ અને ભાવિ વિકાસનું આયોજન  સૌને સમર્પિત છે.

Jan 4, 2020

ગુગમ શ્વેત પત્ર


‘ગુગમ’ એક શક્યતા
      ‘ગુજરાતી ગરિમા મંચ’નો જન્મ ૫, માર્ચ – ૨૦૧૦ ના દિને થયો હતો. એનું મૂળ હતું –
ગુજરાતી ભાષા મરવા પડી છે,
લુપ્ત થવાની અણી પર છે :
- એ માન્યતા ખોટી છે.

      એ લેખમાં એ વખતની પ્રવર્તમાન સ્થિતિ અને આશંકાઓ મૂળમાં હતાં.   વીતેલા વર્ષોમાં એમાં ઘણો  ફરક પડયો છે. એટલે એ કથા દોહરાવવી નથી. પણ નવા સંદર્ભોમાં થોડીક નવી વાત કહેવા મન થાય છે.

સ્વાગત

ગુજરાતી ગરિમાને ઉજાગર કરવા 
પ્રતિબદ્ધ સૌનું 
આ બ્લોગ પર હાર્દિક સ્વાગત છે.
૯, ડિસેમ્બર - ૨૦૧૯