Dec 28, 2020

ચર્ચાચોરો - પ્રવેશક

 

સમૂહ પ્રવૃત્તિમાં ચર્ચા અને વિચારોનું આદાન – પ્રદાન  બહુ અગત્યનાં હોય છે. તો જ કોઈ પણ જૂથ આગળ વધી શકે અને એકમેકને બરાબર સમજી શકે.  પણ તેનાં સ્પષ્ટ ભયસ્થાનો પણ છે જ. તેની સૌને જાણ પણ છે જ. આથી નીચેની બે બાબતોનો ખાસ ખ્યાલ રાખવા સૌ મિત્રોને વિનંતી છે –

૧) ‘આપણે પણ ખોટા હોઈ શકીએ છીએ. ‘ – એ સત્યનો અંતઃકરણપૂર્વક સ્વીકાર. આથી અન્ય વ્યક્તિના મંતવ્યને તટસ્થ રીતે મૂલવવા અને યોગ્ય લાગે તો સ્વીકારવા માનસિક તૈયારી.

૨) આપણે અને બીજા ઘણા બધા મિત્રો એક જ મતના હોઈએ તો પણ; કોઈ એક વ્યક્તિને પોતાના મત અને વિચાર પર ટકી રહેવાનો પૂર્ણ અધિકાર હોય છે. એનો પૂરી ખેલદિલી પૂર્વક સ્વીકાર.

 ----

ઉપરોક્ત બે બાબતો ધ્યાનમાં રાખીને ચર્ચામાં ભાગ પૂરા ઉત્સાહથી ભાગ લેવા સૌને ઈજન છે.  

જો કમ સે કમ પાંચ મિત્રો આ બે અગત્યના મુદ્દા ધ્યાનમાં રાખી,  ચર્ચામાં ભાગ લેશે તો આ વિભાગ ચાલુ રાખવામાં આવશે .

દર મંગળવારે નવી ચર્ચા શરૂ કરવા અને રવિવારે સમાપન કરવા આયોજન છે.  

No comments:

Post a Comment