Nov 16, 2023

રસોઈ વિના ખવાય?

 હા, ખવાય !

  1. તડકો
  2. ઝોકું
  3. છીંક
  4. બગાસું 
  5. હવા
  6. ઉધરસ
  7. હિંચકા
  8. માન
  9. ભાવ
  10. માર
  11. ધક્કા
  12. પૈસા
  13. હરામનો માલ
  14. લાંચ/ રૂશ્વત
  15. માથું
  16. ખોટ 
  17. ધોખો
  18. ડુબકી
  19. ચાડી
  20. થાક
  21. પોરો
  22. ઠોકર
  23. ગમ 
  24. ઝાપટ
  25. ગાળ
  26. ખાસડાં
  27. લાફો 
  28. થપ્પડ
  29. ઠપકો
  30. અડબોથ
  31. લાત
  32. ગોથું
 આ શોધ કરવા મિત્રોને ઈજન આપ્યું હતું. બહુ જ સરસ પડઘો તેમણે પાડ્યો - જેના પ્રતાપે ઉપરની વાનગીઓ(!) અહીં પીરસી શકાઈ છે !
 
ભાગ લેનાર મિત્રો - 
  • પ્રજ્ઞા વ્યાસ 
  • કાસીમ અબ્બાસ 
  • કેપ્ટન નરેન્દ્ર  ફણસે 
  • મોઈઝ ખુમરી
  • વેણુધર ભટ્ટ
  • રેખા સિંધલ
  • અમ્રુત પટેલ
  • દેવેન્દ્ર  પંચાલ
  • ડો. રમેશ ગુસાણી
  • જ્યોતિન શાસ્ત્રી
  • પ્રવીણા કડકિયા
  • ભૈરવી વ્યાસ 
એ વાત તો પતી ગઈ પણ આ અદકપાંસળી જણને એમ થયું કે, આ બધાંને ખાવા સાથે શું નિસ્બત? અંગ્રેજીમાં તો.....

sneeze
yawn
scold
rest 
etc. ....

પણ ચપટીક વ્યાકરણનું થોથું ખોલીએ તો તરત જણાય કે, આપણી ભાષામાં કર્મ મહત્વનું છે - ક્રિયાપદ તો છેલ્લે જ આવે અને એમની સંખ્યા પણ અંગ્રેજી કરતાં ઘણી ઓછી. આથી ઘણી બધી જગ્યાએ સહાયક ક્રિયાપદ જરૂરી બની જાય છે. 
 
 

Jun 17, 2023

ચિત્ર પરથી સર્જન

 

ખુશનુમા સાંજના માહોલમાં અમારા વરંડામાં હિંચકે ઝૂલતાં વસંતની ઉજવણી કરતાં આ બે જીવનો ફોટો તો પાડી લીધો , પણ પછી મિત્રોને આની પરથી સર્જન - વસંતોત્સવ માણવા એલાન કરવા પણ મન થયું.

ચાલો, હાથમાં પકડ, ડિસમિસ લો અને મચી પડો

 ચિત્રો પરથી - હાઈકુ, પંચામ્રુત,‌ મુક્તપંચિકાઅગિયારી, ટચુકડી કે, સાવ બિન્દાસ્ત 

 આ રહ્યો એ મિત્રોના સહિયારા સર્જનનો  વસંતોત્સવ -

વલીભાઈ મુસા - હાઇકુ

કુંડું પ્રસવે
સુકુમાર કુસુમો
વિવિધરંગી

કમલ જોશી -  - હાઇકુ

ખીલી વસંત
ભવન ઉપવન
રંગબેરંગી.

નિરંજન મહેતા   - હાઇકુ

ચમકતી વીજળી
ગડગડાટે
વરસે વાદળો

રમેશ બાજપાઈ - હાઈકુ

કુંડાનો છોડ
અંતહીન આકાશ
ખોબો જમીન

કાસિમ અબ્બાસ

ફુલોમાં છે સોડમ ભરી
કુદરતની એ કારીગરી
કવિ પાસે છે ફુલોની બજાર
એક ના કરે  એક હજાર













રેખા સિંધલ અગિયારી

ખૂણામાં તો ય ખીલ્યા અમે! પવન સ્પર્શે ડોલીએ અમે સંગ સંગ ! 

મુર્તઝા પટેલ - પંચામૃત

બીજ, ક્ષુપ, છોડ, વૃક્ષબીજ.

અંજના શુકલ

પંચામૃત

હસિત મન થયું દેખી કુસુમો.

 હાઈકુ

વેલી વિચારે
જગા નથી દિસતી
વધવા આગે

મુક્ત પંચિકા

 નજર કરી
બહાર વાડે
સુંદર પુષ્પગુચ્છ 
ભરેલું વૃક્ષ
કેવું સુંદર!

અગિયારી

 વાડામાં ફૂલથી ભરપૂર વૃક્ષ , કરી કહ્યું આનંદિત મારા મુઝાયેલા  શાંત મનને !

 ટચુકડી

 વેલાએ જોયું કે ફૂલોથી ભરપૂર વૃક્ષ સુંદર આકાર લઈ માનવના મનને આટલું પ્રફુલ્લિત કરી રહ્યું છે; તો નાની જગામાં પણ કેમ ના ફેલાઉં ને હોંશે હોંશે માનવ મને પણ ખૂબ વિકસવા પ્રોત્સાહિત કરશે ! વેલો ખૂબ વધ્યો ને જમીન પર ફેલાઈ ગયો! માનવે ખૂબ ખૂશ થઈ એને સરસ આકાર આપી દીધો ને ફૂલો કરતાં પણ વધુ જીવન પામ્યો .

 સુરેશ જાની

અગિયારી

કુંડામાંક્યારામાં
નાનું , મોટું
પુષ્પિત, અપુષ્પિત
અંદર, બહાર
વસંતના આગમને
ચેતનાસભર

 ટચુકડી

પાન- હું સુંદર
ફૂલ-  હું સુંદર
માટી- મારાથી જ ને?
પાણી- ના, મારાથી.
તડકો - ના, મારાથી
અને......
અંતર્યામીએ મંદ મંદ સ્મિત કર્યું! 

(પ્રેરણા સ્રોત - ગુરૂદેવ ટાગોર)

મુક્તપંચિકા 

કુમળું પાન
સુંદર ફૂલ
માટીમાં રહ્યું મૂળ
પાણી 'મા'
હવા '?!

પંચામ્રુત

 પાન, ફુલ, છોડ, વૃક્ષ -  એક!

Jun 11, 2023

પંચામૃત

 મૂળ સ્રોત -

 'six word sentence

Examples

  • Six words can mean the world
  • To be or not to be. 
  • Don't fake it, just live.
  •  The letter Q is so dumb.
  •  Don't wait for it to happen

મૂળ વિચાર બીજ દાતા - 

શ્રી. કાસિમ અબ્બાસ કાલાવડવાળા

-----------------------------------------

અંગ્રેજીમાં આવાં ઢગલાબંધ વાક્યો વાંચી એવો ભાવ ઉપજ્યો કે, આવાં વાક્યો બનાવવાની રમત રમીએ તો કેવું?  એ ભાવની રજુઆત મિત્રો સમક્ષ કરી અને આ સહિયારું સર્જન સર્જાઈ ગયું, 

પ્રદાન કર્તા મિત્રો 

કાસમ અબ્બાસ કાલાવડવાળા 

જીવન  જીવો.  જીવીને જીવનનો જયજયકાર

જમણ જમીને જીવન જ્યોત જગાવો.

ભુંડા ભાગ્યને ભય ભુલીને ભગાવો.

નિરંજન મહેતા 

જીવન એક સફર, આનંદ માણો.

વડીલોનો અવિરત પ્રેમ, આદરને પાત્ર

રમેશ બાજપાઈ

મૂળ વાક્ય - મન મોર બની થનગાટ કરે

એના પરથી પેરડી - પછી ઢેલ ઘરે કકળાટ કરે

જુગલ કિશોર વ્યાસ 

અમદાવાદ હવે રીવરબેન્કથી ઓળખાય છે.

મુર્તઝા પટેલ 

સુરેશ જાની, રાજીપો અવિરત ચારેકોર.

મુર્તઝા પટેલ, આઈડિયા માર્કેટિંગ પેટી.

નરેન્દ્ર મોદી, એરિસ્ટોટલથી ચાણક્ય સુધી.

આમ કેમનું થાય? ‘મૂક’ ચિંતા.

એક બે ને હાડા તૈણ.

સોશિયલ મિડીયા, નવરી બજાર ૨૪/૭.

બોલો શું બનાવુ? ચાહ, કવિતા?

અંજના શુકલ 

પાન ખર્યું ને હસી કુંપળ

અન્ન દેખી મંદાગ્નિ જાગી ઊઠ્યો

ડો. યુસુફ કુંડાવાળા

મારું ઘડપણ , મને લાગે બચપણ

જુવાનીનું શું ? એ તો જવાની

માની આગળ , બીજા વગડાના વા

બહેન તો બહેન , નિભાવે સગપણ .


સુરેશ જાની 

છોડ પર અંકુર, ખુદાની મહેર.

નવું ઘાસ‌ હસે, 'પરમ' રાજી.

સેલફોનને તગડો કરનાર જેલમાં પૂરાયો.





Jun 2, 2023

ચિત્ર પરથી સર્જન - જંગલી ફૂલ, કેમેરામાં કેદ

 અમારી નજીકના એક પાર્કમાં ટહેલતાં રસ્તાની બાજુની ઝાડીના કિનારે આ જંગલી  ફૂલ ( wild flower) જોવા મળ્યું અને કેમેરાની આંખે ઝડપી લીધું . 


પછી મિત્રોને ઈજન આપ્યું - 

કલ્પનાની પાંખ લહેરાવી એના પરથી સર્જન કરો.

અને આ બધી કલ્પનાઓ ભેગી થઈ -

આપવા શિર્ષક તને

મળ્યું છે ઈજન મને..! 

તું તો આકર્ષક

કેમ ના કહું સૃજન તને..!

રાજેન્દ્ર દિંડોડકર 

ફૂલને જંગલી કહ્યું 
ફૂલ તો હસતું રહ્યું.
પવનમાં ડોલતું રહ્યું
સૂર્ય કિરણે ખીલતું રહ્યું

પ્રજ્ઞા વ્યાસ

હું વન વગડાનું ફૂલ
મારી શાને કાઢો ભૂલ
તમે શું જાણો મારું મુલ
મારા વાગશે તમને શૂલ

પ્રવીણા કડકિયા

કુદરતનો કરિશ્મા - વગડે  ખીલે.

નીલમ દોશી 

ઈજન

(રસ દર્શન - મધમાખીનેપતંગિયાને‌, આવનારનવા જીવનની શક્યતાને.)

શિશિર રાવળ

પેલા ખરતા તારાની જેમ ક્ષણમાં  વિલય પામે તો  શું?
ક્ષેત્ર તો તું પ્રકાશી શકે છે ને?

રાજેશ્વરી શુકલ

 સીમનું ફૂલ
માવજત કશી
શેનું ઈજન?

સુરેશ જાની

  


May 21, 2023

શરીરના અંગો

 સંકલન - શ્રી. કાસિમ અબ્બાસ કાલાવડવાળા

ભાગ લેનાર  મિત્રો 

રમેશ બાજપાઈ

હસમુખ કાકડિયા

નૂતન કોઠારી

કમલ જોશી

નિરંજન મહેતા

સુરેશ જાની


કહેવતો

  1. આંગળીથી નખ વેગળા
  2. એક હાથે તાળી ન પડે
  3. કાંખ માં છોકરું, અને બાઈ આખા ગામમાં શોધે.
  4. ઘુંટણ છોલાયા વગર સાયકલ ન આવડે
  5. ચરણ રુકે ત્યાં કાશી 
  6. ચોરની દાઢીમાં તણખલું
  7. ચોરની મા કોઠીમાં મોં ઘાલીને રડે
  8. ટાલિયા નર કોક નિર્ધન
  9. દાઢીની દાઢી અને સાવરણીનો સાવરણી
  10. ધરમની ગાયના દાંત ન ગણાય
  11. પેટ કરાવે વેઠ
  12. બંધ મુઠ્ઠી લાખની, ખુલી ગઈ તો રાખની
  13. બાર હાથનું ચીભડું અને તેર હાથનું બી
  14. બિલાડીના પેટમાં ખીર ટકે તો.
  15. લાતના ભૂત વાતોથી ન ભાગે
  16. શર સલામત તો પગડીયા બહોત
  17. સૂયાણી પાસે જવું અને જાંઘ સંતાડવી
  18. સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ
  19. હૈયે છે પણ હોઠે નથી

શબ્દ પ્રયોગો 

  1. આંખ ઉતરાવવી
  2. આંખ નું રતન
  3. આંખ ફરકવી
  4. આંખ લડવી
  5. આંખ વરસવી
  6. આંખનું કાજળ ગાલે ઘટવું
  7. આંખનું ઝેર
  8. આંખમાં કણાંની જેમ ખૂંચવું
  9. આંખમાંથી ઉતરી જવું
  10. આંખો ઉલાળવી
  11. આંખો પહોળી થઈ જવી
  12. આંગળી ને નખ વેગળા
  13. આંતરડી કકળી ઉઠવી
  14. આંતરડી ઠારવી
  15. એકલપેટા હોવું
  16. એકલપેટા હોવું
  17. કપાળમાં કૂવો
  18. કમર કસવી
  19. કમરતોડ મહેનત કરવી
  20. કાંડા ની કમાણી
  21. કાંડા ની કરામત
  22. કાંડા નું કૌવત બતાવવું
  23. કાચા કાનનો
  24. કાન આમળવા
  25. કાન કરવા
  26. કાન ભંભેરણી કરવી
  27. કાનાફૂસી કરવી
  28. કામમાં હાથ બટાવવો
  29. કૂખ ઉજાળવી
  30. ખભેખભા મિલાવીને..
  31. ખોળો ભરવો
  32. ગળું કાપવું
  33. ગળે ડૂમો બાઝવો
  34. ગાલ લાલ થવા
  35. ઘુટણીયે પાડી દેવું
  36. ચપટી વગાડતાં ફેંસલો
  37. ચપટીમાં ચોળી નાંખવું
  38. છપ્પન ની છાતી
  39. છુટ્ટા હાથની મારામારી
  40. જબાન આપવી
  41. જાડી ચામડી
  42. જીભ આપવી
  43. જીભ કચડવી
  44. જીભ મોઢામાં રાખવી
  45. જીભના લોચા વાળવા
  46. ટાંટિયા ની કઢી
  47. ટૂંકી ગરદન
  48. ડહાપણની દાઢ
  49. દરિયા દિલ હોવું
  50. દસે આંગળીએ દેવ પૂજ્યા હશે
  51. દાંત કકડવા
  52. દાંત કચકચાવવા
  53. દાંત કાઢવા
  54. દાંત ખોતરવા
  55. દાઢ માં રાખવું
  56. દિલમા ઉતરી જવું
  57. દુખે પેટ ને કૂટે માથું
  58. ધુટણીયા ટેકવવા
  59. નખચડા હોવું
  60. નખમાંય રોગ ન હોવો
  61. નખશીખ
  62. નાક કપાવવું
  63. નાક ચડાવવું
  64. નાક રગડવું
  65. નાક લીટી તાણવી
  66. નાકની દાંડી એ જવું
  67. નાકનું ટેરવું ચડાવવું
  68. નાકને ખાતર
  69. પગ કુંડાળામાં પડી જવો.
  70. પડ્યાં પર પાટું મારવું
  71. પાંચેય આંગળીઓ ઘીમાં
  72. પાંપણના પલકારામાં
  73. પાપી પેટને ખાતર
  74. પીઠ થાબડવી
  75. પીઠ પાછળ ઘા કરવો
  76. પૂંછડી પટપટાવવી
  77. પેટ ચોળીને પીડા ઉભી કરવી
  78. પેટછૂટી વાત કરવી
  79. પેટનું પાણી પણ ન હાલવું
  80. પેટનો ખાડો પૂરવો
  81. પેટમાં ટાઢક થવી
  82. પેટમાં પેસીને પગ પસારવા
  83. પેટમાં લાહ્ય લાગવી
  84. બગલામાંથી!
  85. બત્રીસી તોડવી
  86. બાંધી મુઠ્ઠી લાખની
  87. બાવડા મજબુત હોવા
  88. બુધ્ધિનો‌ બળદિયો
  89. બે આંખ ની શરમ રાખવી
  90. બે કાન વચ્ચે માથું કરી દેવું.
  91. બે હાથ જોડવા
  92. બોચિયો
  93. ભ્રૂકૂટી તાણવી
  94. મગજ નું દહી
  95. મગજની ડગળી ચસકી જવી
  96. મગજનો પારો ઉંચે ચડવો
  97. મગજમાં રાઈ ભરાઈ જવી.
  98. માથાબોળ નહાવું
  99. માથાભારે હોવું
  100. માથું આપી દેવું
  101. માથું નમાવવું
  102. માથે ભાર હોવો
  103. માથે હાથ હોવો
  104. માથેથી ભાર ઉતરવો
  105. મૂછે તાવ દેવો
  106. મોં માં મગ ભરી રાખવા
  107. મ્હો મચકોડવું
  108. મ્હોં ફૂલાવીને બેસવું
  109. લોહીની સગાઈ
  110. વાળ વાંકો ન થવો
  111. સામી છાતીએ લડવું
  112. હથેળીમાં ચાંદ દેખાડવો
  113. હાડકાં ખોખરાં કરવાં.
  114. હાથ ઉંચા કરી દેવા
  115. હાથ ના કર્યા હૈયે વાગ્યા
  116. હાથ પગ તોડી નાખવા
  117. હૈયે હરખ ના માવો
  118. હૈયે હામ થવી
  119. હોઠ પીસવા
  120. હોઠ મચકોડવા
  121. હોઠ સીવી લેવા
  122. હોઠે રામ હૈયે હામ


May 17, 2023

સત્તાધારી નામ વાળી કહેવતો વિ.

 સંકલન - શ્રી. કાસિમ અબ્બાસ કાલાવડવાળા

  1. રાજા, વાજા ને વાંદરા 
  2. રાજા રીઝે તો રાજ દે 
  3. રાજા કરે રાજ અને દરજી સીવે કોટ.    રાજકોટ 
  4. આંધળા માં કાણો રાજા 
  5. ક્યાં રાજા ભોજ, અને ક્યાં ગાંગો તેલી 
  6. કાજી દુબલે કયું, તો સારે ગાંવ કી ફિકર
  7. ઉલટો ચોર કોટવાલ ને દંડે 
  8. ઉજ્જડ ગામ માં એરંડો પ્રધાન
  9. પંચ ત્યાં પરમેશ્વર
  10. ઓળખીતો પોલીસ બે ધબ્બા વધારે મારે
  11. અંધેરી નગરી ને ગંડુ રાજા
  12. ચોર ને કહે ચોરી કર અને પોલીસ ને કહે જાગતો રહેજે 


દીપ અંત વાળાં નામો

 સંકલન - શ્રી. કમલ જોશી

ત્રણ અક્ષર વાળા  

જવાબ 

સંદીપ

પ્રદીપ

સુદીપ

ઉદ્દીપ

નંદીપ

ચાર અક્ષર વાળા 

જયદીપ

રાજદીપ

કુલદીપ

મનદીપ

ભવદીપ

હરદીપ

તેજદીપ

જગદીપ

જ્ઞાનદીપ

લાલદીપ 

મનોદીપ

આશાદીપ

નંદાદીપ

કલાદીપ



બે વાનગીનાં નામ હોય તેવી કહેવતો

 સંકલન - શ્રી. કાસિમ અબ્બાસ કાલાવડ વાળા

  1. અક્કલ નો ઓથમીર, મંગાવે મરચા, તો લાવે કોથમીર 
  2. જેની દાળ બગાડી, તેનો દિવસ બગડ્યો, અને જેનું અથાણું બગડ્યુ, તેનું વર્ષ બગડ્યું 
  3. ઘી ઢોળાયું, તે ખીચડી માં 
  4. બાર હાથ નું ચીભડું અને તેર હાથ નું બી 
  5. દુધ નો દાઝેલો છાશ પણ ફુંકી ને પીએ 
  6. કરવા ગયા હતા કંસાર, અને થઈ ગયી થુલી 
  7. દે દામોદર દાળ માં પાણી 
  8. આ તલ માં તેલ નથી 
  9. એક પગ દુધ માં અને બીજો પગ દહીં માં 
  10. રીંગણા બટાટાની જેમ ફેંકી દેવું
  11. છાશમાં માખણ જાય અને વહુ વગોવાય
  12. શ્રાવણની તો કાકડી, ભાદરવાની છાશ
  13. ઓકી દાતણ જે કરે, નરણા હરડે ખાય, દૂધે વાળુ જે કરે, તે ઘેર વૈદ્ય ન જાય
  14. રામનામ લાડવા, ગોપાળ નામ ઘી, કૃષ્ણનામ ખીર ખાંડ, ઘોળી ઘોળી પી
  15. વાણીયા મગનું નામ  મરી ન પાડે
  16. આખું કોળું શાક માં ગયું 



Apr 25, 2023

સંખ્યા ધરાવતી કહેવતો અને રૂઢિપ્રયોગો

ભાગ લેનાર મિત્રો -

  1. રમેશ બાજપાઈ
  2. હરીશ દવે
  3. કાસિમ અબ્બાસ
  4. નિરંજન મહેતા
  5. હસમુખ કાકડિયા
  6. કમલ જોશી
  7. શિરીશ દવે
  8. સુરેશ જાની

કહેવતો 

  1. બેથી  ત્રણ  ભલા..
  2. બાવાના  બેય  બગડ્યા..
  3. ન બોલવામાં નવ ગુણ.
  4. ચાર મળે ચોટલા, ભાંગે ઘરના ઓટલા.
  5. સાઠે બુદ્ધિ  નાઠી
  6. સોળે સાન વીસે ભાન.
  7. પંચ ત્યાં પરમેશ્વર
  8. નવું નવું નવ દહાડા
  9. બાર ગાઉએ બોલી બદલાય 
  10. નહિ ત્રણ માં નહિ તેર મા ને નહિ છપ્પનના મેળમાં 
  11. ઊંટ ના અઢાર વાંકા.
  12. ત્રેવડ ત્રીજો ભાઈ.
  13. પાંચેય આંગળીઓ ઘીમાં
  14. પાશેરી માં પહેલી પુણી
  15. પહેલો સગો પાડોશી.
  16. એક સાંધતા તેર તૂટે.
  17. દાઢીના દોઢસો, ચોટીના ચારસો
  18. સો ઉંદર મારીને બિલ્લી હજ કરવા ચાલી.
  19. જીવતો હાથી લાખનો, મરેલો સવા લાખનો
  20. બાર હાથ નું ચીભડું અને તેર હાથ નું બી 
  21. એક નૂર આદમી, હજાર  નૂર કપડાં
  22. એક અનાર, સો બિમાર
  23. સો દિવસ સાસુના, તો એક દિવસ વહુનો
  24. બાર ગાઉએ બોલી બદલાય
  25. બાંધી મુઠી લાખની
  26. બળિયાના બે ભાગ
  27. કેટલા વીસે સો થાય?
  28. બાક્રર બચ્ચાં લાખ, લાખે બિચારાં, સિંહણ બચ્ચું એક, એકે હજાર
  29. એક ઘા અને બે કટકા
  30. સોના થયા સાઠ, બાકીના નાઠ 
  31. કોની માએ સવાશેર સૂંઠ ખાધી છે?
  32. બાંડો બત્રીસ લક્ષણો
  33. સો સોનીનો, એક  લુહારનો
  34. જર, જમીન ને જોરૂ, એ ત્રણે ય કજિયાનાં છોરૂ.
  35. હિસાબ પાઈ નો, બક્ષીશ લાખ ની
  36. નસીબ હંમેશા બે ડગલા આગળ
  37. એક હાથે તાળી ન વાગે



રૂઢીપ્રયોગો


  1. પાંચ માં પુછાવું
  2. દેડકા ની પાંચશેરી
  3. પંચ ત્યાં પરમેશ્વર
  4. ધકેલ પંચા દીઢસો
  5. દોઢ ડહાપણ
  6. ઊઠાં‌ ભણવવા
  7. ૪૨૦ માણસ
  8. સવાયો દીકરો
  9. એકે હજારા 
  10. ચંડાળ ચોકડી
  11. દો દુની ચાર
  12. છઠ્ઠી ના લેખ
  13. એક કરતા બે ભલા
  14. સોળ શણગાર સજીને 
  15. ગધ્ધા પચ્ચીસી 
  16. સીંહાસાન બત્રીસી
  17. પાંચમાં પૂછાવું
  18. છપ્પનની છાતી!
  19. ચૌદ આનાની ટિકીટ
  20. તોત્તેર મણનો તો.
  21. બાર બાર ની બે
  22. એકડા વગરનાં મીંડાં 
  23. કોથળામાં પાંચ શેરી
  24. ઢાલની બે બાજુ
  25. નસીબ બે ડગલાં આગળ 
  26. પાંચે ય આંગળી ઘીમાં
  27. છઠ્ઠીનું ધાવણ
  28. છઠ્ઠીના લેખ
  29. તાડનો ત્રીજો ભાઈ
  30. શેરના માથે સવા શેર 




Feb 12, 2021

કારના પાછળ જોવાના કાચમાં – ૨

સુરેશ જાની

શુક્રવાર તા. ૫, ફેબ્રુઆરીએ આપણે છેલ્લી સંઘ-પ્રવૃત્તિ કરી. જીવનની કારના પાછળ જોવાના કાચમાં દર્શન.