Feb 11, 2021

સંધ્યાકાળે

સંકલન - સુરેશ જાની  

'ગુગમ' નું વોટ્સ એપ ગ્રુપ બંધ થઈ રહ્યું છે. એ સમયે મળેલ સંદેશાઓ -

રીટા જાની

તંત્રી મંડળનો નિર્ણય માથે ચડાવીશું. જે પણ સમય સાથે રહ્યા માટે સૌનો હૃદયપૂર્વક આભાર. શ્રદ્ધા છે કે ફરી બીજે કોઈ જુદા સ્વરૂપે મળીશું. આવજો.

જયશ્રી પટેલ 

આનંદ અત્યાર સુધીની સફરમાં સૌને અહીં જાણ્યા માણ્યા અને સાહિત્યને ખેડાણ ખેડ્યા ને નવું નવું શીખ્યા..તેથી ફરી મળવાની આશાએ..સુજાને વંદન 

દીપ્તિ દોશી

તંત્રી મંડળ નો નિર્ણય  સર આંખો પર.થોડા સમય માં એક પરિવાર બની ગયો .જ્ઞાન અને ગમ્મત   માણ્યા.આપ સૌ મળ્યા ઘણુ ગમયુ, વિખૂટા પડવું સ્હેજે નહીં ગમે.પણ આવન જાવન એ દુનિયા નો ક્રમ છે એ સમજી જાણું છું,આપની યાદ ને રહ્દય માં   જાળવી જાણું છું. વડીલો ને વંદન,સુજા ને ૧૦૦ તોપોની સલામી

અંજના શુકલ

સૂત્રધાર સુજા અને હરિશભાઈ, નિરંજનભાઈ  અને રાદિ જેવા ધુરંધરો સાથે નવું નવું ખૂબ શિખવા મળ્યું . કોલેજ છોડ્યા પછી પહેલીવાર ૪૨ વર્ષે સુજાને લીધે ડોકિયું કરતાં શીખી,  હરિશભાઈના પ્રોત્સાહનોથી સુતેલી સાહિત્યકળા જાગવા લાગી અને અછંદાશ મારી વર્ષો જૂની કળા બહાર આવવા લાગી ત્યાં ભુલાયેલા છંદો શિખી છંદોમાં લખવા શિખી,

વળી પહેલી વાર હાયકુ, મુક્તપંચિકા ને એકાવનક્ષરી લખવા શિખી , લખવાનો આનંદ આવવા લાગ્યો !

રાદિની રમતો ને નિલની એકમાંથી અનેક ચુકતી નહીં. હાથના કારણે બધામાં active ભાગ નહોતી લેતી પણ વાંચીને આનંદ મળતો.આ આટલા બધા રચપચ થયા પછી જો આપણે વિદાય આપવી પડે તો એ કેટલી અસહ્ય છે? તંત્રી મંડળને એમના નિર્ણયને માન આપી છૂટા પડીશું પણ એ આશાએ કે આ ધુરંધરો કઈંક નવું જ સર્જન ઊભું કરે! અને જે ઓળખાણો થઈ છે ખાણ બનાવી મધુર રાખીએ!

Stay in touch everyone after ૨૦ ફેબ્રુઆરી પછી પણ!

તંત્રી મંડળને લાખ લાખ વંદન ! નમસ્કાર everyone!

વસુધા વાસાણી

એક પરિવાર બની ગયું આ ગુગમ. જે વ્યક્તિઓને કદી રૂબરૂ મળ્યા નથી છતાં આ ગૃપનાં લીધે બધાં પોતાના લાગવા માંડ્યા હતાં. હજી તો સફર ચાલુ થઈ ત્યાં જ પુરી થઈ ગયી હોય એવું લાગે છે.

પરંતું આ સફર જેટલી પણ હતી એટલી આંનદદાઈ હતી. રોજે નવું શિખવા મલતૂ અને રોજે નવું જાણવા મળતું. આ પરિવારની યાદ હંમેશા મારા મનમાં રહેશે.

નિરંજન મહેતા 

ગુજરાતી ગરિમા મંચ – ગુગમ

ગુજરાતી સાહિત્યની ગરિમાને ઉજાગર કરવાના ધ્યેય સાથે આ મંચ શરૂ થયો હતો જે હવે હાલ પૂરતો બંધ કરાઈ રહ્યો છે. આવો અણગમતો અને કઠીન નિર્ણય તંત્રીમંડળે નાછૂટકે લેવો પડ્યો છે કારણ સફરની મધ્યમાં લાગ્યું કે આપણે ધ્યેયને ભૂલીને ભટકી ગયા છીએ. 

આ યજ્ઞમાં જોડાયેલા સર્વેનો સહકાર સરાહનીય રહ્યો. તેને કારણે નવા મિત્રોની પ્રાપ્તિ, તેમની પાસેય્હી નવું જાણવાનો લહાવો અને તેમની સાથે વિવિધ પ્રવૃત્તિઓ માણવાનો લાભ મળ્યો. .  

જો કે મારા હિસાબે આ એક મધ્યાંતર જ બની રહેશે અને સમય જતા આગળનું ચિત્ર પણ આપણે માણશું તેમાં બે મત નથી. આપ સૌ પણ તે જ મતના હશો એની મને ખાત્રી છે. 

ગુગમના બધા સભ્યોને શુભેચ્છા. 

હરીશ દવે 

ગુગમનો પ્રારંભ ગુજરાત અને ગુજરાતી ની ગરિમાને ઉજાગર કરવા થયો. આપણે થોડા મિત્રોએ ગુગમ વિચારધારાને અપનાવી; ગુગમના ચાહકોનું એક વર્તુળ વિસ્તર્યું પણ ખરું. પણ દુ:ખ સાથે સ્વીકારીએ કે હવે આપણી પ્રવૃત્તિઓને થોડો વિરામ આપવાનો સમય પાકી ગયો છે. 

ગુગમમાં સાહિત્ય, કલા અને સર્જનને પોષક વિચારો છવાયેલા રહ્યા. આપણે નિર્બંધપણે  આવી પ્રવૃત્તિઓને યથાશક્તિ મુક્ત મને માણી! વિચારવિનિમય કરતા ગયા, પરસ્પરથી નવી દિશા પામતા ગયા, જીવનની ઘરેડમાંથી બહાર આવીને તાજગીભર્યો અભિગમ ખીલવતા ગયા. 

આ એક અદભુત સફર રહી.

ગુગમના સહારે આપણે ભૌગોલિક સીમાડાઓ વટાવી એકમેકની નજીક આવી ગયા. એકબીજાને સમજી શક્યા, જાણી શક્યા. આપણામાં છુપાયેલ એક આગવા વ્યક્તિત્વને મૂર્તિમંત કરી શક્યા. એકબીજાની સર્જનશક્તિ જ નહીં, એકબીજાની દ્રષ્ટિને પણ સન્માની શક્યા. આપણી સર્જનવૃત્તિએ સહકાર અને સહયોગથી કેવી કનેક્ટિવિટિ સર્જી શકાય છે તે દર્શાવ્યું. ગુગમના સથવારે આપણે જીવનમાં કેવા કેવા રંગો પૂર્યા! 

આ યાત્રા હવે નવો વળાંક લે છે. ના, ગુગમનો અંત શક્ય નથી. ગુગમ વિરામ લે છે. આપણે ગુગમનાં સ્વપ્નાં જોતાં રહીશું. તેને નવા સ્વરૂપે કંડારવા વિચારીશું. આમાંથી કોઈક ફણગા ફૂટશે અને ગુગમ નવ અંકુરિત થશે.

ફરી આપણી સહયાત્રા ચાલુ રહેશે. આપણે નહીં તો આપણા અંશને દીપાવતા અન્ય કોઈ મિત્રો ગુગમને ફરી પ્રવૃત્તિમય કરશે.

મારા પ્રિય સ્વજનો! આપ સૌના સાથમાં મને ઉષ્માભર્યા સ્નેહની સમૃદ્ધિ સાંપડી છે. આપ સૌએ મને જીવનનો એક દ્રષ્ટિકોણ સમજાવ્યો છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.

આપ સૌને મંગલ જીવનયાત્રા માટે શુભ કામનાઓ!

--

આપણી સહયાત્રા અવિરત આગળ  ધપતી રહેશે. આપણે  સૌ સ્વજનો  એકબીજાનાં હૈયાંમાં વસ્યાં છીએ. આવનારા વર્ષોમાં આપણે સૌ  કોઈક સ્વરુપે સાથે ધબકતાં હોઈશું...

 નૂતન તુષાર કોઠારી 'નીલ'

જ્યારે મને સુ જા એ અહીં એડ કરી ત્યારે નામ વાંચીને આશચર્ય થયેલું. પછી એનું વિસ્તૃત નામ જાણવાથી ખરેખર ગરિમા થઈ. ઝટપટ રમનાર ખેલાડીમાંથી રમાડનાર સુધીની ઝટપટ સફર મનને/મગજને તાજગી અર્પી ગઈ. ખૂબ મજા આવી. નૂતન સર્જનનો આનંદ પણ માણ્યો.

દરેક પરિવારજનો આત્મીય બની ગયા. હજુ કંઈક નવલું કરવું હતું પણ સમય ન મળ્યો. વ્યસ્તતાના કારણે ઘણી રમતો પૂરી થયા પછી માણી. ગુગમ નું માળખું જ અલગ, અનેરું અને ન્યારું છે! 

ગુગમ ના વિસર્જન ટાણે મન થોડું ખિન્ન તો થયું છે પણ ગણપતિ વિસર્જન પછી આવતા વર્ષે જલદી આવ ની ઉત્કટ લાગણી અહીં પણ અનુભવાઈ રહી છે.

બસ, મિત્રો, સંપર્કમાં રહેજો, સ્વસ્થ-તંદુરસ્ત રહેજો! 

મારાં શબ્દો થકી કોઈના હૃદયને સહેજ પણ ઠેસ પહોંચી હોય તો ક્ષમાપ્રાર્થી છું.

વલીભાઈ મુસા

આવાં વોટ્સએપ ગ્રુપ તો અસંખ્ય સર્જાતાં હોય છે, પણ આપણું ગુગમ ગ્રુપ તો ન્યારું હતું/છે/રહેશે. ડેડ લાઈન સુધીમાં વિચાર પરિવર્તન થઈ પણ શકે છે અને ગ્રુપ ચાલુ રહી પણ શકે છે. બાકી સુરેશભાઈની કોઠાસુઝ કાબિલ-એ-દાદ છે કે તેમણે અમૂલ્ય ખજાનો બ્લોગ ઉપર સાચવી લીધો છે; નહિ તો  સામગ્રી જંગલમાં કળા કરતા મોર જેવી થઈ રહેત! સ્વરચિત કૃતિઓનાં ગાજર લટકાવ્યા  છતાં સભ્યો લલચાયા નહિ અને ગ્રુપ ઓગળતું ગયું. શરૂઆતમાં લાગતું હતું કે હાઉસફુલ થઈ જશે, પણ તેમ ન થયું. હવે અફસોસ કરવો નકામો છે. હું કારણોવશાત્ પાર્ટટાઈમ થઈ ગયો હતો તેનો ખેદ મહસૂસ કરું છું. હવે તો થોભો અને રાહ જુઓ કે આગળ શું થાય છે.

અર્ચિતા દીપક પંડ્યા 

એકાવન અક્ષરી અહીંથી જ શીખી. આપ સૌ પર ઘણું માન છે. રમત જગત મારા માટે અશક્ય હતું. માત્ર એ જ સમયે કુટુંબીજનોની જોડે બેસી શકાય એટલે એ સમય મારે કુટુંબને આપવો જ પડતો. રમતમાં વળી ધ્યાનભંગ પણ ન ચાલે. ખેર, આપ સૌને અહીં મળવાનો આનંદ થયો. સર્વે વડીલ અને ગુણીજનો છો



No comments:

Post a Comment