Apr 9, 2020

શરીરના અંગોને લગતી કહેવતો/ રૂઢિપ્રયોગો


ભાગ લેનાર મિત્રો 
---------------------
નિરંજન મહેતા, હરીશ  દવે, પ્રીતિ ત્રિવેદી, હસમુખ કાકડિયા, ચિરાગ પટેલ, ઋચા જાની, જયશ્રી પટેલ, રીટા જાની, વિમળા હીરપરા
-----------------------   
ભેગા થઈને -  ૨૧૭                    સુરેશ જાની ( માત્ર ૨ )


1
  1. અન્ન ને દાંતને વેર
  2. અપના હાથ જગન્નાથ
  3. આંખ આડા કાન કરવા
  4. આંખ ઉઘાડવી
  5. આંખ ઊંચી કરવી
  6. આંખ કાઢવી
  7. આંખ ચાર થવી
  8. આંખ દેખાડવી
  9. આંખ મીંચામણા કરવા
  10. આંખ મીચવી
  11. આંખ લડવી
  12. આંખ લાલ કરવી
  13. આંખ વઢવી
  14. આંખના પલકારામાં
  15. આંખની કીકી
  16. આંખની શરમ
  17. આંખનું કાજળ ગાલે ઘસ્યું
  18. આંખનું રતન
  19. આંખમાં કણાની જેમ ખુંચવું
  20. આંખે ચડવુ,
  21. આંગળી  ચીંધવાનું પુણ્ય
  22. આંગળી આપતા પંહોચો પકડવો
  23. આંગળીથી નખ વેગળા
  24. આંગળીને ટેરવે નચાવવું
  25. આંગળીને વેઢે ગણાય એટલા
  26. એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખવું
  27. એક હાથે તાળી પડે
  28. એડી ચોટીનું જોર લગાવવું
  29. એડી જમીન પર ના પડવી
  30. કંકુ પગલાં કરવાં
  31. કપાળ કોડીયા જેવડુ.
  32. કપાળમાં કુવો.
  33. કાંડા કાપી આપવા
  34. કાંડાની કમાણી
  35. કાગ ડોળે વાટ જોવી
  36. કાચા કાન ના હોવુ
  37. કાચી છાતીનું
  38. કાણાને કાણો ના કહેવાય
  39. કાન આમળવા
  40. કાન ઉઘાડા રાખવા
  41. કાન ઉપર ધરવું
  42. કાન ઘરેણે મૂકવા
  43. કાન પકડવા
  44. કાન પટ્ટી પકડાવવી
  45. કાન ફૂંકવા
  46. કાન ભંભેરણી કરવી
  47. કાન સરવા કરવા
  48. કાનની બૂટ પકડવી
  49. કાનનું કાચું
  50. કાનમાં ડૂચા મારવા
  51. કાનસુરો નઆપવો
  52. કાળજાનો કટકો
  53. કેડમાં છોકરું ને ગામમાં ઢંઢેરો( કેડે છોકરૂં ને ગામમાં ગોતે )
  54. કોણીએ ગોળ લગાડવો
  55. ખભે ખભા મેળવી ચાલવું
  56. ખાધું હોય તો ખભે આવે
  57. ખુલ્લી છાતીએ
  58. ગળે આવી જવુ
  59. ગળે પડવુ
  60. ગાંડીને માથે બેડું
  61. ગાડું ભાળી ગુડા ગળે
  62. ગોઠણ સરખી જાર
  63. ઘુંટણીયે પડવું
  64. છતી આંખે આંધળા
  65. છાતી  ઠોકીને કહેવું
  66. છાતી ચાલવી
  67. છાતી તોડવી
  68. છાતી થાબડવી
  69. છાતી ફાટી જવી/ બળવી
  70. છાતીએ વળગાડવું
  71. છાતીવાળું
  72. જાંધના ઘા કોઇને ના દેખાડાય
  73. જીભ આવવી
  74. જીભ ઉપડવી/ ઉપાડવી/ ચલાવવી
  75. જીભ કાઢવી
  76. જીભ લાંબી કરવી/ હોવી
  77. જીભના કૂચા વળવા
  78. જીભનું છુટ્ટું
  79. જીભને ટેરવે
  80. જીભને હાડકુ ન હોય
  81. જીભા જોડી કરવી
  82. જૂના પેટમાં લીખ જ પાકે
  83. જેની જીભ વશમાં એની દુનિયા વશમાં
  84. ઝાઝા હાથ રળિયામણા
  85. ટાંટીયા ખેંચવા
  86. ટાંટીયા ઢીલા થઇ જવા
  87. તમાચો મારીને ગાલ રાતા રાખવા.
  88. તસુભાર ન હલાવવું
  89. તાળવે ટીપુ પડવુ
  90. ત્રીજુ નેત્ર ખોલવુ
  91. દાંત આપ્યા છે તે ચાવણું પણ આપશે
  92. દાંતમાં તરણું લેવુ
  93. દાઢમાં રાખવું
  94. દાઢીની  દાઢી ને સાવરણીની સાવરણી
  95. દાઢીમાં હાથ નાખવો    
  96. દાત કચકચવવા
  97. દેખાડવાના દાંત જુદા અને ચાવવાના જુદા
  98. ધરમની ગાયના દાંત ન જોવાય
  99. ધાણીફૂટ જબાન
  100. ધોળામાં ધુળ પડી
  101. નવે નાકે દિવાળી
  102. નાક કાપવુ કે કપાવવુ
  103. નાક ચઢાવવું
  104. નાક જવું
  105. નાક નીચું થવું
  106. નાક ફુલાવવું
  107. નાક રગડતા આવવું
  108. નાક રાખવું
  109. નાક લીટી તાણની
  110. નાક વાઢવું
  111. નાક વિનાનું
  112. નાકની દાંડીએ
  113. નાકલીટી તાંણવી
  114. નાકે દમ આવવો
  115. નાના મોઢે મોટી વાત
  116. પગ જેટલી જ પછેડી તાણની
  117. પગ પાણી પાણી થવા
  118. પગ પ્રમાણે પગરખા
  119. પગતળીયે કાઢી નાખવું
  120. પગની જુતી માથે
  121. પગની જૂતી બરાબર
  122. પગે ઘુઘરા બાધવા
  123. પગે લગાડવું
  124. પા પા પગલી માડવી
  125. પાંચ આંગળી સરખી ના હોય
  126. પાની ઘસતા આવવું
  127. પારકી મા જ કાન વિધે
  128. પીઠ તો કોક થાબડી દે પણ છાતી તો પોતાની હોવી જોઇએ
  129. પીઠ પાછળ ઘા કરવો
  130. પેટ કરાવે વેઠ
  131. પેટ કાપવું
  132. પેટ ચોળીને શૂળ ઊભું કરવું
  133. પેટ પર પાટુ મારવુ
  134. પેટનો ખાડો પૂરવો
  135. પેટનો બળ્યો ગામ બાળે
  136. પેટે પાટા બાંધવા
  137. પ્રભુતામાં પગલાં પાડવાં
  138. બત્રીસ કોઠે દીવા થવા
  139. બાંધી મુઠી લાખની, ખુલી જાય તો કોડીની
  140. બાવડાના બળે કમાવુ
  141. બિલાડીને ગળે ઘંટ કોણ બાંધે ?
  142. બીજાના પગરખામાં પગ નાખવો
  143. બુદ્ધિ પગની પાનીએ
  144. બે આંખની વચ્ચે કાન કરી દઈશ
  145. બે માથાનો
  146. બેય હાથમાં લાડવા
  147. ભીંતને પણ કાન હોય છે
  148. મગ ચલાવે પગ
  149. મગજનું દહીં કરવું
  150. મગજમાં રાખવું
  151. મન ચંગા તો કથરોટ મા ગંગા
  152. મનનું મનમાં રહી જવું
  153. માથા ફરેલ
  154. માથા સાટે
  155. માથાકૂટ કરવી
  156. માથાનો ઘા
  157. માથાનો ફરેલ
  158. માથાભારે
  159. માથુ કાપીને પાઘડી બંધાવવી.
  160. માથું ઉચકવું
  161. માથું ખંજવાળવું
  162. માથું મારવું
  163. માથે ચડાવેલો
  164. માથે ચઢી વાગવું
  165. માથે છાણાં થાપવાં
  166. માથે પડવું
  167. માથે માથાના વાળ જેટલુ દેવું
  168. માથેથી ઘાત જવી
  169. મુખમાં રામ બગલમાં છરી
  170. મુષ્ટિ પ્રહાર કરવો
  171. મોંફાટ જવાબ
  172. મોટુ મ્હો ફાડવું
  173. મોઢા પરથી માંખ ના ઉડે એવા =નમાલા
  174. મોઢાના મોળા
  175. મોઢામાં મગ ભરવા
  176. મોઢે ચડીને માગી લેવું.  
  177. મોમાં મગ ભર્યા છે?
  178. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા જવું
  179. લખ્યા લલાટે લેખ
  180. લોહી પીવું
  181. લોહીનુ પાણી કરવુ
  182. વખાણેલી ખીચડી દાઢે વળગે
  183. વાંસામાં ચાંદુ ને ઘરમાં બૈરુ માંદુ
  184. વાત કાને નાખી
  185. વેઢા ગણવા
  186. સિંહને કોણ કહે, તારૂં મોઢું ગંધાય છે?
  187. સીધી આંગળીએ ઘી ન નીકળે
  188. સોનાની કટારી ભેટમાં શોભે, પેટમાં નહિ
  189. સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ
  190. હથેળીમાં ચાંદ બતાવવો
  191. હરામ હાડકાંનું હોવું.
  192. હવનમાં હાડકાં હોમવા
  193. હાડકા પાસળા એક થઇ જવા
  194. હાડકાં ખોખરાં કરવા/રંગી નાખવાં
  195. હાડહાડ થવું
  196. હાથ અજમાવવો
  197. હાથ સાફ કરવો
  198. હાથ ઊંચા કરી દેવા
  199. હાથ દેખાડવો
  200. હાથ ધોઈ નાખવા
  201. હાથ ભીડમાં હોવો
  202. હાથ લાંબો કરવો
  203. હાથતાળી આપવી
  204. હાથના કયા હૈયે વાગ્યા
  205. હાથની રેખાઓ બદલવી
  206. હાથનો ચોખ્ખો
  207. હાથમાં આવ્યું તે હથિયાર
  208. હાથીના દાંત ચાવવાના જુદા અને દેખાડવાના જુદા
  209. હાથે તે સાથે
  210. હાથે મહેંદી લગાડેલી છે.
  211. હાથે મીંઢળ બાંધવું
  212. હૈયાંનો હાર
  213. હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા
  214. હૈયે તેવું હોઠે આવે/ નથી
  215. હૈયે હૈયુ દળાવું
  216. હોઠ બહાર જાય એ કોટ બહાર જાય
  217. હોઠ સાજા તો ઉત્તર ઝાઝા
  218. હોઠ સીવવા
  219. હ્રદય સોંસરવુ ઉતરવુ

No comments:

Post a Comment