Showing posts with label સમાચાર. Show all posts
Showing posts with label સમાચાર. Show all posts

Apr 19, 2020

રત્નાભાઈ મનજીભાઈ ઠુમર.

     એક વયોવૃદ્ધ માણસ લાકડીના ટેકે ટેકે જૂનાગઢની કલેક્ટર કચેરીના પગથિયાં ચડીને મુખ્ય દરવાજે આવ્યા. દરવાજે રહેલા ચોકીદારે દાદાના હાથમાં સેનીટાઇઝર આપતા પૂછયું, 'દાદા, કેટલા વરસ થયા ?' દાદાએ ધ્રુજતા અવાજે કહ્યું, 'ભાઈ 99મું ચાલે છે'. ચોકીદારે પૂછ્યું , 'કોઈ મદદ લેવા આવ્યા છો ?'