Dec 9, 2020

ગુગમ – વર્ષાવલોકન ૯, ડિસેમ્બર - ૨૦૨૦

 તંત્રી મંડળ વતી - સુરેશ જાની



ગુગમ ગ્રુપ શરૂ કર્યાને એક વર્ષ પૂરું થયું.

     એ કલ્પના દસ વર્ષ પહેલાં સ્ફૂરી હતી. તે વખતે કાળ અને મુડ અલગ હતાં. આ મંચની સ્થાપના કાળે એનાથી જુદો જ માહોલ હતો. વીતેલા આખાય વર્ષમાં માહોલ, મુડ, સંજોગો બદલાતાં જ રહ્યાં છે. સઘળું, સદા કાળ, સતત, સઘળી જગ્યાએ બદલાતું રહે છે. એક માત્ર કાયમ હોય તો - તે છે એક ઘડી, એક પળ. જે કાંઈ બને છે,  તે - તે પળમાં જ બની શકે છે. નહીં તો એ સ્મૃતિ હોય છે અથવા  આશા કે ભય હોય છે. સામાન્ય બાબત તો હર હંમેશ એક જ હોય છે –  

પરિવર્તન…. પરિવર્તન…. પરિવર્તન….

      વર્તમાનમાં જીવવું ગુગમિયતની પાયાની રીત છે. 

      ઘણા બધા બદલાવ આવ્યા. જૂના મિત્રોએ વિદાય લીધી, નવા જોડાયા. થોડાક સતત સાથે રહ્યા. બે’ક વાત એ વીતેલા વરસની …

    સહિયારાં પ્રયાસો અને રમતો ચાલુ રહ્યાં. એનાં સ્વરૂપ બદલાતાં રહ્યાં. એની પેદાશ? 

શબ્દ રમતો - ૪૯

સહિયારાં સર્જનો - ૯

કોયડા / ઉકેલ -  ૪૫૦ 

આ બે બ્લોગ પર એ બધાંનો સંઘારો છે -

https://gujaratigarima.blogspot.com/

https://bgjhaveri2009.wordpress.com/

ઇશ્વરેચ્છા હશે તો હજુ સહિયારા પ્રયત્નોથી એ સોગાત વધતી રહેશે.  

       શરૂઆત કરી ત્યારે એક મંચ બનાવવા ઉદ્દેશ હતો. એટલે જ નામમાં ‘મંચ’ શબ્દ છે. ગુગમના નેજા હેઠળ ઠેર ઠેર, સહિયારા પ્રયત્નો અને સંઘ પ્રવૃત્તિને વરેલી વ્યક્તિઓનાં જૂથ કાર્યરત બને, તેવી ખ્વાહિશ હતી. વીતેલ વર્ષમાં માહિતી મળી છે કે, આવા ઘણા પ્રવાહો વિવિધ રૂપે, વિવિધ સ્તરે પણ લગભગ સરખા ઉદ્દેશથી ચાલી રહ્યા છે. આથી આવો એક જ મંચ કે નામ હોય તે બિલકુલ જરૂરી નથી! એ પ્રક્રિયા સ્વયંભૂ રીતે ચાલતી રહે, એ જ ગુગમિયત  છે.

      તો પ્રશ્ન એ ઊઠે છે કે, એક ગ્રુપ તરીકે આપણું કર્તવ્ય શું? 

      આ લખનારના મતે…. 

      ગુગમ એક વિચાર હતો, છે, અને રહેશે. એની પાયાની વાત છે – આ ક્ષણમાં જીવન. એમાં  જ જનમ અને એમાં જ મરણ. સદા બાળકની જેમ ઉલ્લાસ, કિલકારી, જીવવાનો આનંદ - હમણાં જ ઉઘડેલી પુષ્પકલિકાનો પમરાટ. એ વાદળોમાં મ્હાલતું   સ્વપ્ન છે – પણ ધીમે ધીમે એ ધરતી પર સાકાર બની રહ્યું છે -એ આપણા સૌનો આનંદ છે.   

   આ વિચારને પુષ્ટ કરતાં રહીએ. જ્યાં હોઈએ ત્યાં આસપાસ એ સુવાસ પથરાવતાં રહીએ. આપણા કૌટુંબિક કે મિત્ર વર્ગના ગ્રુપોમાં સહિયારા સર્જન અને રમતોની મજાનો ખ્યાલ પ્રસારતા રહીએ. 

અસ્તુ.  

એ સ્વપ્નના ગીતનો વિડિયો સહિયારાં સર્જનથી – મુંબઈ ગરા દીપ્તિબહેન દોશીના સહકારથી બનાવ્યો છે – આ રહ્યો –




તેમની ૪ વર્ષની પૌત્રી મિષ્કાએ બનાવેલ કાર્ડ પર 




નિરંજન મહેતા 

ગુગમની વર્ષગાંઠ નિમિત્તે સૌ સાથીઓને શુભેચ્છાઓ. ચડઉતર માં વીતેલા વર્ષને વિસરી આવનાર સમયમાં ગુગમને તેના ધ્યેયને સાર્થક કરવા શક્તિ મળશે તેમાં બે મત નથી. સૌ સાથીઓ ઉમદા પ્રદાન કરે જ છે એટલે તે કરતા રહેશે એમ કહું તો ખોટું નથી.

ગુગમ જિંદાબાદ

નીતા ભટ્ટ 

ગુગમ જન્મદિન પર્વે સહુને અભિનંદન અને શુભેચ્છાઓ. ગુજરાતી સાહિત્ય પ્રત્યેના પ્રેમને વિકસાવવા માટે સુંદર મંચ અને સાહિત્યકારોનો લાભ મળ્યો. સાથે સાથે સું

દર રચના ઓ અને કલા કૃતિઓને જોવા અને શીખવાનો લાભ મળ્યો. નવું વર્ષ પણ આજ રીતે પ્રગતિમય અને આનંદમય બને સાથે સાથે નવા સજૅન અને મગજ ને કસરત સાથે આનંદ મળે એવા કોયડાઓનો લાભ મળે તેવી ઈચ્છા. આ લાભ મળવા બદલ સહુ સાથીઓ અને ઉત્સાહી વ્યવસ્થાપકોનો ખૂબ ખૂબ આભાર. 

હસમુખ કાકડિયા 

ગુગમ જન્મદિન ની સાથે એક નવા પરિવારનો પણ જન્મદિવસ છે. સૌ પરિવારજનોને હાર્દિક શુભકામનાઓ.

હરીશ દવે

ગુગમની  પ્રથમ વર્ષગાંઠ! 

સૌ ગુગમ સ્વજનોનો આભાર માનતાં  ખુશી થાય છે. ગઈ કાલના - આજના સૌ સાથીઓના  સહયોગથી  જ આ પ્રવૃત્તિઓ  શક્ય બની છે.

સૌ  મિત્રો સહકાર આપતા રહે.. સહિયારા  સર્જન.. સહિયારી  પ્રવૃત્તિઓથી ગુગમ  ખમીરવંતું રહે તે જ શુભ કામના.

અંજના શુકલ

ગુગમના સર્વ પ્રયોજકો ને ખૂબ ખૂબ અભિનંદન ને સાથીઓને પણ !

સાથ સહકાર હમંશા જ

જરૂરી છે ! 

સહકાર આપો ને ,ગુગમને  આસમાને જવા ગતિમાન થવાની શક્તિ મળે એજ

શુભેરછાસહ,




No comments:

Post a Comment