Feb 7, 2020

વિરોધી શબ્દોનું જોડકું

સંકલન - નિરંજન મહેતા 

      તા. ૪ ફેબૃઆરી ૨૦૨૦ની શબ્દરમતનો વિષય હતો કે બે વિરુદ્ધ શબ્દોને લઈને બનેલો એક શબ્દ શોધીને જણાવો. 
       શબ્દરમતમાં જે રીતના શબ્દો જણાવવાના હતાં તેને બદલે જણાવેલા કેટલાક શબ્દો તેને અનુરૂપ ન હતાં. વળી કેટલાક જાણીતા શબ્દો પણ જણાવાયા નથી. જ્યારે અમુક શબ્દો એક કરતાં વધુ મિત્રો પાસેથી મળ્યા છે. આ બધાને સમાવીને બનાવેલી યાદી આ સાથે મૂકી છે


અગમપચ્છમ, અગાડીપછાડી, અથઇતિ, અદલબદલ, અમીરગરીબ, અરિયુંપરિયું (પૂર્વનો અને પછીનો વંશજ), અલકમલક, અવરજવર, અવળસવળ, અવળાસવળી, અવળુંસવળું, અસલીનકલી, અસ્તવ્યસ્ત, અંદરબહાર, આકાશપાતાળ, આગલુંપાછલું, આગળપાછળ, આઘુંપાછું, આજકાલ, આછુંપાતળું, આવકજાવક, આવજા, આવકજાવક, આવજા, આવતાજતાં, આવાગમન, આશાનિરાશા, ઉઘાડવાસ, ઉતારચડાવ, ઉત્તરદક્ષિણ, ઉપરનીચે, ઊઠબેસ, ઊચનીચ, ઊંચુંનીચું, ઊથલપાથલ, ઊંધુચતું, ઊલટપૂલટ, ઊલટસૂલટ, ઊલટુંસીધું,
કમીજાસ્તી, કાળુંધોળું,
ખરૂંખોટું, ખાટુંમીઠું, ખાણાપીણી, ખોટવટાવ (નફોતોટો),
ચડઉતર, ચડતીપડતી, ચડાઊતરી, ચલવિચલ, ચળવિચળ,
જડચેતન, જમાઉધાર, જમીનઆસમાન, જાડુંપાતળું, જાતકજાત, ઝીણુંમોટું,
ટાઢતડકો, ઠંડુગરમ, ડાબુંજમણું, તથાતથ્ય, તડકોછાંયડો, તડકીછાયડી, તેજતિમિર, થોડુંઘણું, થોડુંઝાઝું, દિનરાત, દિવારાત, દેશપરદેશ, દેશવિદેશ, ધૂપછાંવ, નફોતોટો, નાનુંમોટું, પ્રશ્નોત્તર,
બાંધછોડ, બેઠકઉઠક, બેસઉઠ, બોલચાલ,
ભક્ષ્યાભક્ષ્ય, ભરતીઓટ, ભરનીંગળ (ભરાવું-ઠલવાવું), ભલુંબૂરું, ભીનુંસૂકું,
માંદુસાજું, યોગવિયોગ, રાતદહાડો, રાતદિવસ, રાયરંક,
લક્ષાલક્ષ, લાભાલાભ, લાંબુટૂંકુ, લીલીસૂકી, લેણદેણ, લેતીદેતી, લેવડદેવડ, લેવુંદેવું,
વધઘટ, વળકવળ, વારકવાર, વેળાકવેળા,
શીતોષ્ણ, સવારસાંજ, સવાલજવાબ, સારાસાર, સારુંનરસું, સારૂંમાઠું, સુખદુ:ખ, શ્વાછોશ્વાસ,
-----------------------------
ભાગ લેનાર મિત્રો - 

સુરેશભાઈ જાની
વિનોદ ભટ્ટ
સુબોધ ત્રિવેદી
જયશ્રીબેન પટેલ
વૈશાલી રાડિયા
મનિષ ઝીન્ઝુવાડિયા
હરીશ દવે
વિમળાબેન હિરપરા



 



No comments:

Post a Comment