સંકલન - સુરેશ જાની
મિત્રો,
ભારતની આજની વહેલી શનિવારી સવારે ગુગમ-જન્મદિન-પર્વ શરૂ થાય છે. આજથી શરૂ કરીને દરરોજ એ પર્વ નિમિત્તેના સંચાલકો જે તે દિવસના કાર્યક્રમની જાહેરાત કરશે.
આજથી ૮ તારીખ સુધી સૌ મિત્રોને આમંત્રણ છે – નીચેના મુદ્દા પર તેમના વિચાર મુક્ત મનથી સૌને વહેંચે.
૧) આખા વર્ષમાં આપણે શું પામ્યા, શું સિદ્ધ કર્યું, શું ગુમાવ્યું, શી શી બાબતોમાં ઊણા ઉતર્યા?
૨) આવનાર વર્ષમાં આપણે શું સુધારા વધારા કરવા જોઈએ, જેથી આપણા લક્ષ્યની સિદ્ધિ માટે આપણે વધારે કાર્યક્ષમ બનીએ?
૩) સહિયારા/ અંગત સર્જન માટે તમારો શું અભિપ્રાય છે?
તમારા અભિપ્રાય અને વિચાર ગુગમને આગળ ધપાવવામાં બહુ જ કિમતી નીવડશે, એવી અમને શ્રદ્ધા છે .
- તંત્રીમંડળ વતી સુજા
૫ ડિસેમ્બર – ૨૦૨૦મિત્રો,
નિરંજન મહેતા
ગુગમ જન્મદિન પર્વ નિમિત્તે થોડુંક -
ગુગમની શરૂઆતથી તેમાં ભાગીદાર થવાનું સાંપડ્યું શ્રી સુરેશભાઈને કારણે. આ એક વર્ષમાં ગુગમે અવનવા પ્રયોગ કર્યા અને ફેરફારો કર્યા. સાથે સાથે નવા મિત્રો પણ આવતા રહ્યા તે આનંદની વાત છે.
ગુગમનો ધ્યેય છે કે ગુજરાતી ભાષા વિકસે અને વધુને વધુ લોકો સુધી પહોંચે. આ ધ્યેય મારા વિચારોને અનુરૂપ છે એટલે તેમાં સક્રિય ભાગ લેવાનો મને આનંદ થાય છે.
ગુગમના હાલના સભ્યો ભારત અને વિદેશમાં વસેલા છે ને તેમ છતાં જે રીતે બધાનો સહકાર મળે છે તેને કારણે આપણી પ્રવૃત્તિઓ પણ વ્યવસ્થિત ચાલી રહી છે તે માટે સૌ મિત્રોનો આભાર.
હજી બધા સભ્યો સક્રિય નથી જનતા. જો વધુને વધુ સભ્યો ભાગ લેશે તો ગુગમનો વ્યાપ જરૂર વધશે. નિયમિત દૈનિક પ્રવૃત્તિઓમા પણ કશુક ખૂટતું હોય તેમ લાગે છે. અન્ય મિત્રો તે વિષે સૂચન આપશે તેવી આશા.
ગુગમની વધુને વધુ પ્રગતિ થાય તેવી મનોકામના
રમેશ બાજપાઈ
પાછલા વરસ પર જો નજર નાખીયે તો ઘણા બનાવો યાદ આવશે. કેટલા ફેરફારો થયા. નવા ગ્રુપ બન્યા. ક્યારેક બની ને મર્જ થયા. નવા મિત્રો જોડાયા. અમુક મિત્રો છૂટા પણ પડ્યા. પણ જે વસ્તુ અચળ રહી એ છે પાયા ની ભાવના. શરૂઆત જે મિશન અને વિઝન સાથે થઇ એમાં ઝાઝો બદલાવ નથી. એક મંચ જ્યાં ગુજરાતી ની ગરિમા માં પુરી સિદ્દ્ત થી વિશ્વાસ રાખનાર મિત્રો મળે અને પોતા ના સર્જનાત્મક પાસા ને ભરપૂર તક આપે.
એકવીસમી સદીનો ત્રીજો દાયકો શરુ થવા નો છે. આપણા જીવન કાળ માં આપણું પરિવેશ ક્યાં નું ક્યાં પહોંચી રહ્યું છે. સામાજિક વર્તુળો પોળ ના ચોક થી ઉઠી ને વૉટ્સઅપ ના ગ્રુપ માં સમાઈ રહ્યા છે. આખી દુનિયા માં પથરાયેલા મિત્રો એક જ ડ્રોઈંગ રમ માં બેઠા હોય એટલી સહજતા થી વિચારો ની આપ લે કરી રહ્યા છે. હું અને સુરેશભાઈ ચાલીશ વર્ષ પહેલા એક જ પાવર સ્ટેશન ના પ્રિમાઇસિસ માં હોવા છતાં ગુડ મોર્નીગ થી આગળ ન'તા વધી શક્યા એ આજે હજારો માઈલ ના અંતર છતાંય ઘણી નિકટતા થી વિવિધ વિષયો પર ચર્ચા કરી શકીયે છીએ.
ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ ના ક્ષેત્ર માં ગુગમ ના સભ્યો વધુ ને વધુ પ્રદાન આપતા આપતા વિકાસ કરે એવી પ્રભુ પાસે અભ્યર્થના.
નીતા ભટ્ટ
ગુગમ જન્મદિન નિમિત્તે આપણને સહુને અભિનંદન અને નવા વર્ષમાં સહિયારું સર્જન ખૂબ પ્રગતિ કરી સૌની સર્જનશીલતાને વધુ ખીલવે તેવી શુભેચ્છાઓ
હાઈકુ
ગુગમ સાથે
સહિયારું સર્જન
સૌને આનંદ
હરીશ દવે
આપણા સૌ માટે હર્ષની વાત છે...ગર્વ પણ થાય છે આ એક વર્ષ ની સફર માટે. સૌ સાથી મિત્રોનું અભિવાદન કરું છું. શ્રી સુરેશભાઈ સહિત સૌ મિત્રોને મુબારકબાદી.
જયશ્રી પટેલ
મુક્તપંચિકા - જન્મદિવસની શુભેચ્છા ગુગમ
નામ ગુગમ
સર્વે બાળકો
રમત ગમત છે,
નિરાળી સ્વની
રચના શ્રેષ્ઠ!❤️
મનીશ ઝિંઝુવાડિયા
ગુગમ થકી
સહિયારું સર્જન
ફળ્યું સહુને!
અંજના શુકલ
ગુગમ પર જન્મદિવસે
મુકતપંચિકા
ગુગમીયત
રમતો રમી
રચના સાહિત્યની
ગદ્ય ,પદ્યમાં
છંદમાં કરી
-----
ગુગમનાં એક વર્ષ ની સફળતાની
ગુગમ એ છે જે “ગુજરાતી ગમાડી મનને વિવિધ પ્રવૃત્તિ માં સાંકળી વિકાસ તરફ લઈ જનારું સંગઠિત ગૃપ! જે સાહિત્ય પ્રેમીને આનંદ આપી રસિક બનાવી આપણી ગુજરાતી ભાષા પ્રચલિત ને પ્રકાશિત
કરવા માંડ્યું છે .
મારી દૃષટિએ ગુગમમાં જોડાયા પછી સુસુપ્ત થયેલી સાહિત્યિક ભાષા જાગૃત થઈ અને વધુ ને વધુ લખવા, વાંચવા માટે પ્રેરિત કરી રહી છે . જૂદી જૂદી રમતમાં હંમેશા બધાને active રાખી મન પ્રજ્વલિત રાખે છે ; અને જૂદા જૂદા સાહિત્યનાં વિષયોની ગદ્ય પદ્યમાં લખવાની આવડત વધારી રહ્યું છે , એટલે સુધી કે ભૂલી જવાયેલા છંદોનું પણ જ્ઞાન વધારી છંદબદધ કવિતાઓનું સર્જન કરાવી રહ્યું છે ! કવિતાના
પ્રકાર મુક્તક જેવા પ્રકારની જાણ તાજી થઈ ! અને હાયકુ, મુકતપંચિકા ને એકાવનક્ષરી લખતા થયા !
ધન્ય છે આ ગુગમીયા પ્રયોજકોને જેમણે આ આરંભ કરી બધાને સજાગ કરવા માંડ્યા છે, અને બધા નિયમિત ભાગ લેનારા દિલથી સહકાર આપી રહ્યા છે ;જે ભાષાને સક્રિય કરવા પ્રયત્ન કરી રહ્યા છે !
હજુ તો આ પાશેરમાં પહેલી પળી જેવું છે, ભારતમાં ચાલેલા અંગ્રેજીના અંધ આવકારને હજુ પડકારની
જરૂર છે ! અંગ્રેજી શીખવું ખૂબ જ જરૂરી છે પણ પોતાની ભાષાનો ભોગ આપીને નહી!
આખી દુનિયામાં ગુજરાતીઓ ધ્યાનથી વિચારી જૂએ તો કોઈએ ભાષાનો ભોગ અંગ્રેજીના મોહમાં આપ્યો નથી . માત્ર ગુજરાતીઓ જ એમાં અંધ બની અંજાઈ ગયા છે ! આપણે બધા જે જે દેશનાં અહીં જોડાયેલ રહ્યા છે એ બધા આપણી ભાષાને જાગૃત કરવા મંડી પડે ને સાથે સાથે ગુગમને વિકસાવે !
ફરીથી ગુગમ ખૂબજ વિકસે એ આશાસહ ,
બેસ્ટ વીશીસ ,
ગુગમ કેરી ગમિયલ
ગુગમિયત,
લાવે સહુમાં રમત ગમ્મત ;
આનંદ પામી જાય સર્વ
રમીને શબ્દ રમત !
મળે સર્વને રચના કરવા
જાતજાતનાં વિષયો અનેક,
વિકસાવે સર્વેની સર્જન શક્તિ ગદ્ય,પદ્ય નાં રૂપો
અનેક!
માણી વિવિધ કળાઓ
ચિત્રકામ, રંગોળી ભવ્ય !
અદભૂત કળા દેખી બન્યું
મનડું આનંદવિભોર !
શીખવ્યું ને ઉત્સાહિત
કર્યા સર્વને ,
વિવિધ પ્રવૃત્તિમાં સાંકળીને,
સમાવી શકાય હજુય ઘણું સાહિત્યિક શબ્દોની અર્થસહ
શોધને!
ભેગા મળ્યા સહુએ અહીં , ગુગમ વિકસાવવા માટે અહીં;
ગુજરાતી ભાષાને પણ કરશે વિકસિત ,
ગુગમ ગરિમા મહેકશે અહીં .
નૂતન તુષાર કોઠારી 'નીલ'
જ્યારથી હું ગુગમ માં જોડાઈ છું એક નવો જ ઉત્સાહ વરતાઈ રહ્યો છે. ખૂબ મજા આવે છે. મગજને ભરપૂર પોષણ મળે છે. રાજેન્દ્રભાઈ જેવા કલાકારની ઉત્કૃષ્ટ કળાને માણવાનો મોકો મળ્યો. ગયા ભવમાં ખોવાઈ ગયેલા ભાઈ મળ્યા. નિરંજનભાઈ, હરીશભાઈ, રમેશભાઈ, ચિરાગભાઈ દરેકની વિશિષ્ટતાઓમાંથી કંક ને કંઈક નવું જાણવા, શીખવા મળ્યું. જયશ્રીબહેન, નીતાબહેન, અંજનાબહેન, દિપ્તીબહેન, વસુધાબહેન પાસેથી પણ ફૉટૉગ્રાફી, વિવિધ પ્રકારનું સાહિત્ય સર્જન જાણવા, માણવા, શીખવા મત્કે છે. સુરેશભાઈ પાસે સતત નવી નવી શોધની જાણકારી મળે છે.
બસ, આમ જ આ ગ્રુપ ધમધમતું રહે એવી વર્ષગાંઠ નિમિત્તે શુભકામનાઓ.
દિપ્તી દોશી
સહિયારું સર્જન
ગુગમ ન્યારુ,
મુઝને લાગે
ગુગમ પ્યારુ
ચિરાગ પટેલ
હું વધામણી આપવામાં થોડો મોડો છું. સર્વેને અનેક અભિનંદન! મને તો એવું લાગે છે કે જાણે સહુથી વધુ સક્રિય ગ્રુપ હોય તો એ ગુગમ!
સુરેશદાદાએ શરુ કરેલી આ પ્રવૃત્તિમાં અનેક રંગો ભરવાનો અનેરો આનંદ સહુ માણે છે. નવા વર્ષમાં હું પણ વધુ સક્રિય બની શકું એ માટે પ્રયાસ કરતો રહીશ.
અગડમ-બગડમ કરી અનેરા મંચે મળ્યાં આપણ સહુ;
ઋચા જાની
ગુગમ એટલે.....
એક પ્રયોગ
એક ચળવળ
ગુજરાતી નુ ઝનૂન
એક યાત્રા
કવિતા ની મહેફીલ
સરજકતાનુ શમણું
કલાકારો નો રંગમંચ
સહીયારા મિત્રો ની ટીખળ
ઝટપટની રમઝટ
શબ્દો ની સંતાકૂકડી
અને મારા માટે - મારા વહાલા બાપુ નો મહામુલો વારસો
જુગ જુગ જીવો ગુગમિયત
દિપ્તી દોશી
મનપાચમ ના મેળે
મળે મિત્રો ની મહેફિલ.
જ્યાં શિસ્ત સદાય,
ત્યાં કાયદા ન ક્યાંય
હોય રમત ની ગમ્મત
ને ગમ્મત ની રમત
ન કોઇ ઉંમર નો બાધ
પણ સૌમા છે પ્રાસ
મળી સૌ કરે ધમાલ
જીવે જીવન કમાલ
આ છે ગુગમ મહાન
No comments:
Post a Comment