Mar 22, 2020

એક નવું અભિયાન

      ગુગમના વિચારનો વ્યાપ થાય એ હેતુથી વધારે સભ્યો ઉમેરવાનો વિચાર છે. ભૂતકાળમાં આ માટે કોઈ શરતો રાખી ન હતી. પણ ગુગમ એક હેતુલક્ષી ગ્રુપ છે, અને ત્રણ મહિના બાદ નવી છલાંગ ભરવા પ્રતિબદ્ધ છે.  માટે એમાં સભ્યો  ઈચ્છાથી જોડાય અને શિસ્તપાલન માટે માનસિક રીતે તૈયાર હોય એ હવે જરૂરી લાગે છે. આથી નવા જોડાનાર મિત્રો  નીચેની બાબતો માટે સંમત હોય તો તેમને ગુગમમાં ઉમેરવા – એવો વિચાર છે. 
(અલબત્ત આપણા સૌ માટે પણ. )


૧. હાલ નીચેની સંઘ પ્રવૃત્તિઓ ચાલુ છે –
    ક) સોમવાર - ઈતિહાસ/ પુરાતત્વ/ કળા અંગેની ક્વિઝ
    ખ)  મંગળવાર -  શબ્દ રમત 
   ગ) ગુરૂવાર - જનરલ ક્વિઝ 
    ઘ) શુક્રવાર  સાહિત્ય ક્વિઝ
    ચ) વાચિકં 

    વાચિકં અઠવાડિયે એક વખત યોજવામાં આવે છે અને અન્ય સંઘ પ્રવૃત્તિ માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવે છે.

૨. નવા જોડાનાર મિત્રે અને ચાલુ મિત્રે આમાંથી કઈ પ્રવૃત્તિમાં ભાગ લેવા માંગે છે, તે જણાવવું જોઈએ.

૩. પોતાને મનગમતી સંઘ પ્રવૃત્તિમાં સભ્યે ઉત્સાહ અને આનંદ સાથે ભાગ લેવો જોઈએ.

૪. જો કોઈ અઠવાડિયામાં વ્યસ્તતાના કારણે સભ્ય ભાગ ન લઈ શકે, તો તે ગનીમત;  પણ જો એક મહિના સુધી આમ  ચાલુ રહે તો એડમિન તરફથી તેમનું ધ્યાન દોરવામાં આવશે.

૫.  આમ છતાં પણ જો ત્રણ મહિના સુધી તે સભ્ય કોઈ પ્રવૃત્તિમાં ભાગ ન લે, તો એડમિન તેમને નીકળી જવા વિનંતી કરશે. 

૬.  જો સ્વેચ્છાએ સભ્ય નીકળી ન જાય તો એડમિન મજબૂરીથી તે સભ્યને દૂર કરશે.

૭. ગુગમના ધ્યેયને સુસંગત હોય તેવી કોઈ માહિતી મૂકવી હોય તો અગાઉથી એડમિનની પરવાનગી લેવી જરૂરી રહેશે. 

૮. કોઈ નવી સામૂહિક પ્રવૃત્તિ શરૂ કરવા ઉમંગ હોય, તો તેની પણ એડમિનને જાણ કરશે અને યોગ્ય લાગશે તો તે પ્રવૃત્તિ સહર્ષ શરૂ કરવામાં આવશે.

૯. ગુગમ ગ્રુપ પર ગુજરાતીમાં જ લખાણ થાય તે આવકાર્ય છે. એ વધારે સુરૂચિપૂર્ણ છે. આ માટે જરૂરી ટાઈપ પેડ સભ્ય પોતાના ફોન પર ઇન્સ્ટોલ કરે, એવી વિનંતી છે. છતાં આ બાબત કોઈ સભ્યને મુશ્કેલી હોય તો અંગ્રેજીમાં લખી શકશે. 

૧૦. મૂળ ભાવને પ્રદિપ્ત કરતાં, હિન્દી કે અંગ્રેજી લખાણનો પણ કોઈ છોછ નહીં રાખવામાં આવે. ભાવ અગત્યનો છે – કોઈ જાતનો આગ્રહ નહીં. પણ ….જાતે કોઈ પણ સામગ્રી ફોર્વર્ડ કરવા પર પ્રતિબંધ છે ! એ માટે ક્ષમાયાચના 

૧૧. ગુગમમાં અંગત પ્રશંસા કે ટીકાની જાહેર અભિવ્યક્તિ ન કરવા વિનંતી છે. આવી લાગણીઓ અંગત રીતે જણાવવાની રહેશે. 

૧૨. ગુગમમાં  જોડાનાર સભ્યોની કોઈક મુદ્દે પોતાની પસંદ-નાપસંદ હોઈ શકે છે. ગુગમના હિત ખાતર આપણે અનાવશ્યક અંગત આગ્રહોથી દૂર રહીશું.  ગુગમ મંચ પર આપણે ગ્રુપના ઉદ્દેશોને મહત્વ આપીશું.

   જો તમને આ બાબત યોગ્ય લાગતી હોય તો તમારા પરિચિત મિત્રો/ સંબંધીઓને આ માહિતી આપવા વિનંતી છે. એમાંથી જે કોઈ મિત્ર આ શિસ્તનું પાલન કરી ગુગમમાં જોડાવા તૈયાર હોય તેમની વિગતો એડમિનને મળ્યા બાદ નવા સભ્યને ગુગમમાં સામેલ કરવામાં આવશે. 

    આશા  છે કે, આ મુદ્દાઓ અંગે સૌ સંમત થશે, અને ગુગમની ભાવના અને ઉદ્દેશને પ્રદિપ્ત કરવા માટે  હૃદયપૂર્વક સહયોગ આપશે.

No comments:

Post a Comment