ગુગમની કાર્ય પદ્ધતિ

       જેમ જેમ નવા મિત્રો 'ગુગમ'માં જોડાતા જાય છે, તેમ તેમ તેમને આપણી રીતનો ખ્યાલ આપવો પડતો હોય છે. આથી આપણી કાર્ય પદ્ધતિનો ખ્યાલ આપવા આ કાયમી સંદર્ભ બનાવ્યો છે.

નિયમો 

સામગ્રી

નીચેની બાબતો ગ્રુપમાં મૂકવામાં આવશે -
  • ભાષા, સાહિત્ય, જ્ઞાન, વિજ્ઞાન અંગે
  • કોઈ એક વિષય પર ચર્ચા ચોરો
  • કોયડા
  • હોબી
  • ક્રાફ્ટ
  • રચનાત્મક ગપસપ

નીચેની બાબતો નહીં મૂકાય

  • આડેધડ ફોર્વર્ડ
  • ધાર્મિક માન્યતાઓ
  • રાજકારણીય બાબતો
  • ફિલ્મ જગતની બાબતો
  • સેક્સ, બિભત્સ વિ. અરૂચિકર બાબતો

 
હાલમાં પ્રવર્તમાન સંઘ પ્રવૃત્તિઓ 
૧) સહિયારું સર્જન

કોઈ એક વિષય પર ગદ્ય, પદ્ય રચના કે ચિત્ર/ વિડિયો ( જાતે બનાવેલા) 

૨)  શબ્દ રમતો 

રમતો બદલાતી રહે છે, દરેક વખતે એ મુકનાર એના નિયમો આપે છે. 
ત્રણ  મુખ્ય રીત છે 
ઝટપટ કોયડા  - એ દસ પંદર મિનિટ ચાલે છે અને જાહેરમાં જવાબ આપવાના હોય છે. 

શબ્દાંતરી - આ અડધો કલાક ચાલે છે.  અંતાક્ષરીની જેમ પણ દરેક વખતે થોડીક જુદી રીત હોય છે. 
દા.ત. છેલ્લી શબ્દાંતરીમાં  જે શબ્દ આપવામાં આવે તેના વિરોધી શબ્દો જણાવવાના હતા. 

જવાબ જાહેરમાં આપવાના હોય છે . પણ ભાગ લેનાર મિત્રોની આગોતરી નોંધણી કરી રજિ. નંબર આપવામાં આવે છે. સંચાલક  જે  નંબર વાળા મિત્રને જવાબ આપવા કહે તેમણે જવાબ આપવાનો હોય છે.  જવાબ આપવા એક મિનિટનો સમય આપવામાં આવે છે. 

 બે દિવસની વર્કશોપ - આમાં સંચાલકને અંગત રીતે જવાબ આપવાના હોય છે. બે દિવસ પછી તેઓ સંકલન કરીને ગ્રુપમાં જવાબ જાહેર કરે છે . 
------------------------

અત્યાર સુધીમાં સંકલન કરેલી આ બધી પ્રવૃત્તિઓ નીચેની લિન્કો ખોલીને વાંચી શકાશે.





No comments:

Post a Comment