Showing posts with label જયશ્રી પટેલ. Show all posts
Showing posts with label જયશ્રી પટેલ. Show all posts

May 2, 2020

વહાલા નં ૧૨

વહાલા ૧૨


વહાલા
 જો ને
ભલે જગ નજરે..!

વહાલા નં ૧૧

વહાલા ૧૧


વહાલા
 જો ને
ભલે જગમાં ભવે ભવે..!

કથા વાર્તા રૂપે
તું અને હું ..
વસીએ અંતરે..!
પણ ભવે ભવે
 મળીએ તે કેવો શાપ..?
મન મનાઉં તો રાધા
વિરહ પામું તો મીરાં
સજા પામું તો જયશ્રી
જાણું તો સખી દ્રૌપદી..
ક્યા ભવે બનું રૂક્મણિ..?

વહાલા
 જો ને
ભલે જગમાં ભવે ભવે...!

જયશ્રી.પટેલ
//૧૯

વહાલા નં ૧૦

વહાલા ૧૦

વહાલા
 જો ને
ભલે જગ જલે..!

મન મારુ કહે તું કર
કાર્ય ને કાજ મુજ કર
પુર્ણ કરી સુખ ધર..!
શાને મુજ નામ પર,
*જયશ્રીકૃષ્ણઝરે..!
હું નું મુજને  અભિમાન,
હું નું અસ્તિત્વ  મરે..!
વહાલા  તુજ કર.

વહાલા
 જો ને
ભલે જગ જલે..!

જયશ્રી.પટેલ
//૧૯

વહાલા નં ૯

વહાલા 


વહાલા
 જો ને
ભલે જગ પ્રતિબિંબે..!

તારા હૃદયના દર્પણે,
યમુના ના નિર્મળ જળે,
જગના શબ્દોના પ્રતિસાદે..!
મુજ *પ્રતિબિંબસાદ દે..!
તું સ્વીકારે કે  સ્વીકારે..!
ચહુ બાજુ ગુંજ ને હુંજ..!
છતાં શાને બહાના કહે..?

વહાલા
 જો ને
ભલે જગ પ્રતિબિંબે..!

જયશ્રી.પટેલ

Apr 24, 2020

વહાલા નં ૮

વહાલા 

વહાલા
 જો ને
ભલે જગ જાગે...!

મારા  સોણલાને 
તુજ ખોળે સોંપવાને..!
નિંદ્રાનેે ઉડાડી જગ જલેને..,
હું તો માંગુ તુજ મધુરી તાન,
ગુંજે મુજ કર્ણ મહીંને,
ઘેરે મુજ આંખલડીઓને..
પાંપણના પલકારે વિશ્વ ડોલે..!
પામું તુજ સ્પર્શ તણો ભાસ..
 ખોલું નયનો ડર મુજને,
સ્વપ્ન ઉંડી જવાનો...!

વહાલા
 જો ને
ભલે જગ જાગે...!

જયશ્રી.પટેલ
૩૧//૧૯

વહાલા નં ૭

વહાલા 

વહાલા
 જો ને
ભલે જગ હસે...!

હું તો જોગન વિરહની
 માંગે તો સર્વ પામે..!
મે તો વિરહ સહ્યો ને ..
તે અર્પ્યો જુદાઈ નો સમો,
પરીક્ષાએ પરીક્ષાએ..
તુજ સાક્ષી એજ મુજ મિલન..!
 માંગુ તુજ વિરહ...
શાને સર્જે તું સાક્ષીની પલ?
પાંપણ ઢળતા નયન સમક્ષ,
તુજ મૂર્તિ નયનો સમક્ષ...!
એજ મુજ સુંદર પળ...!
વહાલા
 જો ને
ભલે જગ હસે...!
જયશ્રી.પટેલ
૨૬//૧૯

વહાલા નં ૬

વહાલા  

વહાલા
 જો ને
ભલે જગ જે સમજે...!

પ્રિત તો મારી ને તારી
શાને જગ ઈર્ષા કરે..,
મન તો અંતરરણ નું સાક્ષી,
અંતકરણ ની ધડકન ..
તુજમય નું એકાકાર સૂણે..!
સ્પર્શને મૃદુતા વરે..
સૂણી સ્વર ને કંપન અંગે..!
તુજમય નું એકાકાર માણે...!
લય ને સૂર તુજ ભણકારે,
અંગ અંગ રોમાંચે..ધૂન તારી..!

વહાલા
 જો ને
ભલે જગ જે સમજે...!

જયશ્રી.પટેલ
૨૫//૧૯

Apr 7, 2020

વહાલા નં: ૫

વહાલા 


વહાલા
 જો ને
ભલે જગ પૂછે..!

તારા મારા મનને
શું ફરક પડે આમ..!
અંતર તો બન્ને વચ્ચેના,
એક તારથી જોડાયેલા,
મન કહે રોકી લઉંને..!
પણ તુ તો ફરજને કરજનો,
હકદાર બને ને હું અંતરની..!
ઓળખનાાર ..વહાલા તું એક..!

વહાલા
 જો ને
ભલે જગ પૂછે...!

જયશ્રી.પટેલ
૨૪//૧૯

વહાલા નં: ૪

વહાલા 

વહાલા
 જો ને
ભલે જિંદગી લાગે વસમી...!

તું જયા વાંસળી વગાડે
ત્યાં મનડું તુજમય જગાડે
તારા બે શબ્દો માં મન લગાડે..!
પણ તે સજા બને જ્યારે જયારે
શબ્દો ખૂટી પડે...!
સજા શાને કરે..?
વાંછુ બસ તે  મીઠા સૂર..!

વહાલા
 જો ને
ભલે જીંદગી લાગે વસમી..!

જયશ્રી.પટેલ
૨૧//૧૯

વહાલા નં: ૩

વહાલા 
વહાલા
 જો ને
ભલે જગ વિસરે..!

મુજ હૃદયે થી
તુજ સ્મરણ કેમેય
 વિસરાય...!
યાદોનું બ્રહ્માંડ કેમેય
 થાય વિચલિત..!
ફક્ત તુજ વિશ્વસનીય,
વિશ્વાસ ની વિસાળતા..!
મુજ હૈયાને સાથ..!
કદી  તુ વિસરાય...!

વહાલા
 જો ને
ભલે જગ વિસરે...!

જયશ્રી.પટેલ
૨૦//૧૯

Mar 30, 2020

વહાલા નં :૨

વહાલા 
વહાલા
 જો ને
ભલે જગ કહે..!

પડછાયા સાથ  દે,
મે તો હમેશાં પામ્યા ,
ને તે તો  માણ્યા ..!
સાચું કહે શું અજાણ્યા,
સ્પર્શ તે અનુભવ્યા..!
  તો મારા શ્વાસ..,
જયા તુજ સમાસ...!

વહાલા
 જો ને
ભલે જગ કહે..!

જયશ્રી.પટેલ
૧૯//૧૯

Mar 27, 2020

જો હું સીતા ...

જો હુ સીતા હોત...
તો  સમાત ધરતી માહે ..
જરૂર ન્યાય કરાવત
રામાયણ માહે...!

વાલ્મીકી  લખ્યું 
*મહા કાવ્ય*
ખૂબ રચી રામલીલા
 પડવા દીધા 
રામને...નીચા..!
બનાવી દીધા તેમણે
*મર્યાદા પુરુષોત્તમ *
જન્મથી લઈ સૌમ્ય
ને ભોગવી લીધો ..
*વનવાસ*
ચૌદ ચૌદ વર્ષ જયા 
ગયા ત્યા તેમનાથી
વધુ દુ: ભોગવ્યા..
ભાઈ લક્ષ્મણે
ભાર્યા સીતાએ...!
રામે રાવણ રોળ્યો
 વાંકે કે જુલમ
કર્યા અનેક...!
શંકર નો ભક્ત હતો
પર સ્ત્રી લાવી રાખી
સ્ત્રી ના માનપાન સાચા
 આવવા દીધી આંચ,
હાર્યો તો પણ કદી 
ઉચર્યા અપશબ્દો સીતા કાજ
હાર્યા ત્યા વાલ્મીકિ ,
સીતા ને બનાવી સ્ત્રી
લાંછન આપ્યું તેના હૈયે..

જો હુ સીતા હોત તો
રામ ને પૂછત કે...
ક્યા તમારી મર્યાદા?
ક્યા તમારા સ્પર્શ?
અહલ્યાને કેમ કરી
પાષાણ માથી સ્ત્રી?
ડર્યા વાલ્મિકી કેમ
પર પુરુષના આંગણે
રહેલી સ્ત્રી ને ગણવી..
પવિત્ર સ્ત્રી...?
મહા કાવ્ય ના  
પ્રકરણ ને રચતા
 ડર્યા વાલ્મિકી...
આવી રહ્યો છે હવે...
સ્ત્રી પુરૂષ સમાન *યુગ*
ત્યારે દરેક સ્ત્રી જરૂર
વિચારશે...
*જો હુ સીતા હોત*...

જયશ્રી પટેલ
/૧૦/૧૯