Mar 27, 2020

જો હું સીતા ...

જો હુ સીતા હોત...
તો  સમાત ધરતી માહે ..
જરૂર ન્યાય કરાવત
રામાયણ માહે...!

વાલ્મીકી  લખ્યું 
*મહા કાવ્ય*
ખૂબ રચી રામલીલા
 પડવા દીધા 
રામને...નીચા..!
બનાવી દીધા તેમણે
*મર્યાદા પુરુષોત્તમ *
જન્મથી લઈ સૌમ્ય
ને ભોગવી લીધો ..
*વનવાસ*
ચૌદ ચૌદ વર્ષ જયા 
ગયા ત્યા તેમનાથી
વધુ દુ: ભોગવ્યા..
ભાઈ લક્ષ્મણે
ભાર્યા સીતાએ...!
રામે રાવણ રોળ્યો
 વાંકે કે જુલમ
કર્યા અનેક...!
શંકર નો ભક્ત હતો
પર સ્ત્રી લાવી રાખી
સ્ત્રી ના માનપાન સાચા
 આવવા દીધી આંચ,
હાર્યો તો પણ કદી 
ઉચર્યા અપશબ્દો સીતા કાજ
હાર્યા ત્યા વાલ્મીકિ ,
સીતા ને બનાવી સ્ત્રી
લાંછન આપ્યું તેના હૈયે..

જો હુ સીતા હોત તો
રામ ને પૂછત કે...
ક્યા તમારી મર્યાદા?
ક્યા તમારા સ્પર્શ?
અહલ્યાને કેમ કરી
પાષાણ માથી સ્ત્રી?
ડર્યા વાલ્મિકી કેમ
પર પુરુષના આંગણે
રહેલી સ્ત્રી ને ગણવી..
પવિત્ર સ્ત્રી...?
મહા કાવ્ય ના  
પ્રકરણ ને રચતા
 ડર્યા વાલ્મિકી...
આવી રહ્યો છે હવે...
સ્ત્રી પુરૂષ સમાન *યુગ*
ત્યારે દરેક સ્ત્રી જરૂર
વિચારશે...
*જો હુ સીતા હોત*...

જયશ્રી પટેલ
/૧૦/૧૯

No comments:

Post a Comment