Jun 17, 2023

ચિત્ર પરથી સર્જન

 

ખુશનુમા સાંજના માહોલમાં અમારા વરંડામાં હિંચકે ઝૂલતાં વસંતની ઉજવણી કરતાં આ બે જીવનો ફોટો તો પાડી લીધો , પણ પછી મિત્રોને આની પરથી સર્જન - વસંતોત્સવ માણવા એલાન કરવા પણ મન થયું.

ચાલો, હાથમાં પકડ, ડિસમિસ લો અને મચી પડો

 ચિત્રો પરથી - હાઈકુ, પંચામ્રુત,‌ મુક્તપંચિકાઅગિયારી, ટચુકડી કે, સાવ બિન્દાસ્ત 

 આ રહ્યો એ મિત્રોના સહિયારા સર્જનનો  વસંતોત્સવ -

વલીભાઈ મુસા - હાઇકુ

કુંડું પ્રસવે
સુકુમાર કુસુમો
વિવિધરંગી

કમલ જોશી -  - હાઇકુ

ખીલી વસંત
ભવન ઉપવન
રંગબેરંગી.

નિરંજન મહેતા   - હાઇકુ

ચમકતી વીજળી
ગડગડાટે
વરસે વાદળો

રમેશ બાજપાઈ - હાઈકુ

કુંડાનો છોડ
અંતહીન આકાશ
ખોબો જમીન

કાસિમ અબ્બાસ

ફુલોમાં છે સોડમ ભરી
કુદરતની એ કારીગરી
કવિ પાસે છે ફુલોની બજાર
એક ના કરે  એક હજાર













રેખા સિંધલ અગિયારી

ખૂણામાં તો ય ખીલ્યા અમે! પવન સ્પર્શે ડોલીએ અમે સંગ સંગ ! 

મુર્તઝા પટેલ - પંચામૃત

બીજ, ક્ષુપ, છોડ, વૃક્ષબીજ.

અંજના શુકલ

પંચામૃત

હસિત મન થયું દેખી કુસુમો.

 હાઈકુ

વેલી વિચારે
જગા નથી દિસતી
વધવા આગે

મુક્ત પંચિકા

 નજર કરી
બહાર વાડે
સુંદર પુષ્પગુચ્છ 
ભરેલું વૃક્ષ
કેવું સુંદર!

અગિયારી

 વાડામાં ફૂલથી ભરપૂર વૃક્ષ , કરી કહ્યું આનંદિત મારા મુઝાયેલા  શાંત મનને !

 ટચુકડી

 વેલાએ જોયું કે ફૂલોથી ભરપૂર વૃક્ષ સુંદર આકાર લઈ માનવના મનને આટલું પ્રફુલ્લિત કરી રહ્યું છે; તો નાની જગામાં પણ કેમ ના ફેલાઉં ને હોંશે હોંશે માનવ મને પણ ખૂબ વિકસવા પ્રોત્સાહિત કરશે ! વેલો ખૂબ વધ્યો ને જમીન પર ફેલાઈ ગયો! માનવે ખૂબ ખૂશ થઈ એને સરસ આકાર આપી દીધો ને ફૂલો કરતાં પણ વધુ જીવન પામ્યો .

 સુરેશ જાની

અગિયારી

કુંડામાંક્યારામાં
નાનું , મોટું
પુષ્પિત, અપુષ્પિત
અંદર, બહાર
વસંતના આગમને
ચેતનાસભર

 ટચુકડી

પાન- હું સુંદર
ફૂલ-  હું સુંદર
માટી- મારાથી જ ને?
પાણી- ના, મારાથી.
તડકો - ના, મારાથી
અને......
અંતર્યામીએ મંદ મંદ સ્મિત કર્યું! 

(પ્રેરણા સ્રોત - ગુરૂદેવ ટાગોર)

મુક્તપંચિકા 

કુમળું પાન
સુંદર ફૂલ
માટીમાં રહ્યું મૂળ
પાણી 'મા'
હવા '?!

પંચામ્રુત

 પાન, ફુલ, છોડ, વૃક્ષ -  એક!

1 comment: