સંકલન - શ્રી. કાસિમ અબ્બાસ કાલાવડ વાળા
- અક્કલ નો ઓથમીર, મંગાવે મરચા, તો લાવે કોથમીર
- જેની દાળ બગાડી, તેનો દિવસ બગડ્યો, અને જેનું અથાણું બગડ્યુ, તેનું વર્ષ બગડ્યું
- ઘી ઢોળાયું, તે ખીચડી માં
- બાર હાથ નું ચીભડું અને તેર હાથ નું બી
- દુધ નો દાઝેલો છાશ પણ ફુંકી ને પીએ
- કરવા ગયા હતા કંસાર, અને થઈ ગયી થુલી
- દે દામોદર દાળ માં પાણી
- આ તલ માં તેલ નથી
- એક પગ દુધ માં અને બીજો પગ દહીં માં
- રીંગણા બટાટાની જેમ ફેંકી દેવું
- છાશમાં માખણ જાય અને વહુ વગોવાય
- શ્રાવણની તો કાકડી, ભાદરવાની છાશ
- ઓકી દાતણ જે કરે, નરણા હરડે ખાય, દૂધે વાળુ જે કરે, તે ઘેર વૈદ્ય ન જાય
- રામનામ લાડવા, ગોપાળ નામ ઘી, કૃષ્ણનામ ખીર ખાંડ, ઘોળી ઘોળી પી
- વાણીયા મગનું નામ મરી ન પાડે
- આખું કોળું શાક માં ગયું
No comments:
Post a Comment