હા, ખવાય !
- તડકો
- ઝોકું
- છીંક
- બગાસું
- હવા
- ઉધરસ
- હિંચકા
- માન
- ભાવ
- માર
- ધક્કા
- પૈસા
- હરામનો માલ
- લાંચ/ રૂશ્વત
- માથું
- ખોટ
- ધોખો
- ડુબકી
- ચાડી
- થાક
- પોરો
- ઠોકર
- ગમ
- ઝાપટ
- ગાળ
- ખાસડાં
- લાફો
- થપ્પડ
- ઠપકો
- અડબોથ
- લાત
- ગોથું
આ શોધ કરવા મિત્રોને ઈજન આપ્યું હતું. બહુ જ સરસ પડઘો તેમણે પાડ્યો - જેના પ્રતાપે ઉપરની વાનગીઓ(!) અહીં પીરસી શકાઈ છે !
ભાગ લેનાર મિત્રો -
- પ્રજ્ઞા વ્યાસ
- કાસીમ અબ્બાસ
- કેપ્ટન નરેન્દ્ર ફણસે
- મોઈઝ ખુમરી
- વેણુધર ભટ્ટ
- રેખા સિંધલ
- અમ્રુત પટેલ
- દેવેન્દ્ર પંચાલ
- ડો. રમેશ ગુસાણી
- જ્યોતિન શાસ્ત્રી
- પ્રવીણા કડકિયા
- ભૈરવી વ્યાસ
એ વાત તો પતી ગઈ પણ આ અદકપાંસળી જણને એમ થયું કે, આ બધાંને ખાવા સાથે શું નિસ્બત? અંગ્રેજીમાં તો.....
sneeze
yawn
scold
rest
etc. ....
પણ ચપટીક વ્યાકરણનું થોથું ખોલીએ તો તરત જણાય કે, આપણી ભાષામાં કર્મ મહત્વનું છે - ક્રિયાપદ તો છેલ્લે જ આવે અને એમની સંખ્યા પણ અંગ્રેજી કરતાં ઘણી ઓછી. આથી ઘણી બધી જગ્યાએ સહાયક ક્રિયાપદ જરૂરી બની જાય છે.
No comments:
Post a Comment