Jun 2, 2023

ચિત્ર પરથી સર્જન - જંગલી ફૂલ, કેમેરામાં કેદ

 અમારી નજીકના એક પાર્કમાં ટહેલતાં રસ્તાની બાજુની ઝાડીના કિનારે આ જંગલી  ફૂલ ( wild flower) જોવા મળ્યું અને કેમેરાની આંખે ઝડપી લીધું . 


પછી મિત્રોને ઈજન આપ્યું - 

કલ્પનાની પાંખ લહેરાવી એના પરથી સર્જન કરો.

અને આ બધી કલ્પનાઓ ભેગી થઈ -

આપવા શિર્ષક તને

મળ્યું છે ઈજન મને..! 

તું તો આકર્ષક

કેમ ના કહું સૃજન તને..!

રાજેન્દ્ર દિંડોડકર 

ફૂલને જંગલી કહ્યું 
ફૂલ તો હસતું રહ્યું.
પવનમાં ડોલતું રહ્યું
સૂર્ય કિરણે ખીલતું રહ્યું

પ્રજ્ઞા વ્યાસ

હું વન વગડાનું ફૂલ
મારી શાને કાઢો ભૂલ
તમે શું જાણો મારું મુલ
મારા વાગશે તમને શૂલ

પ્રવીણા કડકિયા

કુદરતનો કરિશ્મા - વગડે  ખીલે.

નીલમ દોશી 

ઈજન

(રસ દર્શન - મધમાખીનેપતંગિયાને‌, આવનારનવા જીવનની શક્યતાને.)

શિશિર રાવળ

પેલા ખરતા તારાની જેમ ક્ષણમાં  વિલય પામે તો  શું?
ક્ષેત્ર તો તું પ્રકાશી શકે છે ને?

રાજેશ્વરી શુકલ

 સીમનું ફૂલ
માવજત કશી
શેનું ઈજન?

સુરેશ જાની

  


2 comments:

  1. સુગંધિત છે, તેથી તે બગીચા માટે આદર્શ

    ReplyDelete
  2. જોઈ સોંદર્ય મારું તૂ આટલો આકર્ષાય
    તોય કુદરતને છંછેડવાનું તને ના સમજાય🤔

    ReplyDelete