સંકલન - શ્રી. કાસિમ અબ્બાસ કાલાવડવાળા
ભાગ લેનાર મિત્રો
રમેશ બાજપાઈ
હસમુખ કાકડિયા
નૂતન કોઠારી
કમલ જોશી
નિરંજન મહેતા
સુરેશ જાની
કહેવતો
- આંગળીથી નખ વેગળા
- એક હાથે તાળી ન પડે
- કાંખ માં છોકરું, અને બાઈ આખા ગામમાં શોધે.
- ઘુંટણ છોલાયા વગર સાયકલ ન આવડે
- ચરણ રુકે ત્યાં કાશી
- ચોરની દાઢીમાં તણખલું
- ચોરની મા કોઠીમાં મોં ઘાલીને રડે
- ટાલિયા નર કોક નિર્ધન
- દાઢીની દાઢી અને સાવરણીનો સાવરણી
- ધરમની ગાયના દાંત ન ગણાય
- પેટ કરાવે વેઠ
- બંધ મુઠ્ઠી લાખની, ખુલી ગઈ તો રાખની
- બાર હાથનું ચીભડું અને તેર હાથનું બી
- બિલાડીના પેટમાં ખીર ટકે તો.
- લાતના ભૂત વાતોથી ન ભાગે
- શર સલામત તો પગડીયા બહોત
- સૂયાણી પાસે જવું અને જાંઘ સંતાડવી
- સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ
- હૈયે છે પણ હોઠે નથી
શબ્દ પ્રયોગો
- આંખ ઉતરાવવી
- આંખ નું રતન
- આંખ ફરકવી
- આંખ લડવી
- આંખ વરસવી
- આંખનું કાજળ ગાલે ઘટવું
- આંખનું ઝેર
- આંખમાં કણાંની જેમ ખૂંચવું
- આંખમાંથી ઉતરી જવું
- આંખો ઉલાળવી
- આંખો પહોળી થઈ જવી
- આંગળી ને નખ વેગળા
- આંતરડી કકળી ઉઠવી
- આંતરડી ઠારવી
- એકલપેટા હોવું
- એકલપેટા હોવું
- કપાળમાં કૂવો
- કમર કસવી
- કમરતોડ મહેનત કરવી
- કાંડા ની કમાણી
- કાંડા ની કરામત
- કાંડા નું કૌવત બતાવવું
- કાચા કાનનો
- કાન આમળવા
- કાન કરવા
- કાન ભંભેરણી કરવી
- કાનાફૂસી કરવી
- કામમાં હાથ બટાવવો
- કૂખ ઉજાળવી
- ખભેખભા મિલાવીને..
- ખોળો ભરવો
- ગળું કાપવું
- ગળે ડૂમો બાઝવો
- ગાલ લાલ થવા
- ઘુટણીયે પાડી દેવું
- ચપટી વગાડતાં ફેંસલો
- ચપટીમાં ચોળી નાંખવું
- છપ્પન ની છાતી
- છુટ્ટા હાથની મારામારી
- જબાન આપવી
- જાડી ચામડી
- જીભ આપવી
- જીભ કચડવી
- જીભ મોઢામાં રાખવી
- જીભના લોચા વાળવા
- ટાંટિયા ની કઢી
- ટૂંકી ગરદન
- ડહાપણની દાઢ
- દરિયા દિલ હોવું
- દસે આંગળીએ દેવ પૂજ્યા હશે
- દાંત કકડવા
- દાંત કચકચાવવા
- દાંત કાઢવા
- દાંત ખોતરવા
- દાઢ માં રાખવું
- દિલમા ઉતરી જવું
- દુખે પેટ ને કૂટે માથું
- ધુટણીયા ટેકવવા
- નખચડા હોવું
- નખમાંય રોગ ન હોવો
- નખશીખ
- નાક કપાવવું
- નાક ચડાવવું
- નાક રગડવું
- નાક લીટી તાણવી
- નાકની દાંડી એ જવું
- નાકનું ટેરવું ચડાવવું
- નાકને ખાતર
- પગ કુંડાળામાં પડી જવો.
- પડ્યાં પર પાટું મારવું
- પાંચેય આંગળીઓ ઘીમાં
- પાંપણના પલકારામાં
- પાપી પેટને ખાતર
- પીઠ થાબડવી
- પીઠ પાછળ ઘા કરવો
- પૂંછડી પટપટાવવી
- પેટ ચોળીને પીડા ઉભી કરવી
- પેટછૂટી વાત કરવી
- પેટનું પાણી પણ ન હાલવું
- પેટનો ખાડો પૂરવો
- પેટમાં ટાઢક થવી
- પેટમાં પેસીને પગ પસારવા
- પેટમાં લાહ્ય લાગવી
- બગલામાંથી!
- બત્રીસી તોડવી
- બાંધી મુઠ્ઠી લાખની
- બાવડા મજબુત હોવા
- બુધ્ધિનો બળદિયો
- બે આંખ ની શરમ રાખવી
- બે કાન વચ્ચે માથું કરી દેવું.
- બે હાથ જોડવા
- બોચિયો
- ભ્રૂકૂટી તાણવી
- મગજ નું દહી
- મગજની ડગળી ચસકી જવી
- મગજનો પારો ઉંચે ચડવો
- મગજમાં રાઈ ભરાઈ જવી.
- માથાબોળ નહાવું
- માથાભારે હોવું
- માથું આપી દેવું
- માથું નમાવવું
- માથે ભાર હોવો
- માથે હાથ હોવો
- માથેથી ભાર ઉતરવો
- મૂછે તાવ દેવો
- મોં માં મગ ભરી રાખવા
- મ્હો મચકોડવું
- મ્હોં ફૂલાવીને બેસવું
- લોહીની સગાઈ
- વાળ વાંકો ન થવો
- સામી છાતીએ લડવું
- હથેળીમાં ચાંદ દેખાડવો
- હાડકાં ખોખરાં કરવાં.
- હાથ ઉંચા કરી દેવા
- હાથ ના કર્યા હૈયે વાગ્યા
- હાથ પગ તોડી નાખવા
- હૈયે હરખ ના માવો
- હૈયે હામ થવી
- હોઠ પીસવા
- હોઠ મચકોડવા
- હોઠ સીવી લેવા
- હોઠે રામ હૈયે હામ
magnificent
ReplyDeleteમારા રસનું સાહિત્ય મળ્યું.ગુજરાતી ભાષા કેટલી સમૃધ્ધ છે તેનું પરિમાણ.સાહિત્ય તૈયાર કરનારને સલામ.
ReplyDelete