Dec 20, 2020

સાહિત્ય પ્રશ્નોત્તરી - ૧

 સંકલન - દીપ્તિ દોશી

૧. દેશ વિદેશની કવિતાઓનો  જેમાં અનુવાદ છે એવું પુસ્તક  'અનુસ્પંદન' કોણે લખ્યું. 

 હરીન્દ્ર દવે

૨. મોતી ચારો ...શ્રેણીના લેખક કોણ?

 ડૉ.આઇ.કે.વિજળીવાળા

૩. 'મારો ગધેડો કયાંય દેખાય છે?' ના હાસ્ય લેખકનું નામ આપો. 

 શાહબુદ્દીન રાઠોડ

૪. પૃથ્વી વલ્લભના લેખક. 

 કનૈયાલાલ મુનશી

૫. ગોવર્ધન રામ ત્રિપાઠીની નવલકથા પરથી હિન્દી ચલચિત્ર બન્યુ છે એનુ નામ આપો. 

સરસ્વતીચન્દ્ર

૬  સૌંદર્યની નદી નર્મદાના લેખક કોણ અને ક્યાં રહે છે?

 અમૃતલાલ વેગડ/ જબલપુર

૭ 'શબ્દની આંખે  સુરની પાંખે' ના સંપાદક  કોણ?

સુરેશ દલાલ

૮. 'ઝલક' શ્રેણીના લેખકનું નામ આપો

 સુરેશ દલાલ

૯. કવિ કલાપીનું મૂળ નામ.? 

સુરસિંહજી તખ્તસિંહજી ગૉહિલ

૧૦. 'પાટણની પ્રભુતા'ના લેખક અને એમનું જન્મ સ્થળ

કનૈયાલાલ મુનશી / ભરૂચ

૧૧. 'ગુજરાતનો નાથ'ના લેખક? 

કનૈયાલાલ મુનશી

૧૨. ભદ્રંભદ્રના લેખક.? 

રમણલાલ નિલકંઠ

૧૩. 'નોખી માટીના નોખા જીવ' એ કોણા પુસ્તકનું અનુવાદ છે?.. અને એ અનુવાદ કોણે કર્યુ?

સુધા મુર્તિ / કાંતા વોર

૧૪. છાતીમાં બારસાખ એ કોની કવિતાઓનો સંગ્રહ છે?

 રમેશ પારેખ

 ૧૫. રાજેશ વ્યાસ કયાં ઉપનામથી જાણીતા છે?

મિસ્કીન

૧૬. કવિ , સંચાલક, સુરેન ઠાકર  કયા નામે સાહિત્ય જગતમાં જાણીતા છે?

મેહુલ

૧૭ 'સાત પગલા આકાશમાં' ના લેખિકા કોણ?

કુન્દનિકા કાપડીયા

૧૮ 'જનકલ્યાણ' મેગેઝિનના સ્થાપક કોણ?

 સંત પુનિત

૧૯. સંસ્કૃતમાં લખાયેલ મહાકાવ્ય 'રઘુવંશ' કોની રચના છે?

કવિ કાલિદાસ

૨૦. 'ટહુકો' કયા લેખકને સવિશેષ રુપે રજુ કરે છે?

ગુણવંત શાહ

૨૧. 'કવિ કાગ કહે'ના સંપાદક કોણ?

સુરેન ઠાકર

No comments:

Post a Comment