Dec 21, 2020

સાહિત્ય પ્રશ્નોત્તરી - ૨

 સંચાલક - નિરંજન મહેતા

૧. આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ

ટંકારા

૨. નર્મદા નદીનું બીજું નામ શું છે?

રેવા, રેવતી

૩. કુમાર માસિકના સંસ્થાપક કોણ

રવિશંકર રાવળ

૪. વલ્લભભાઈ અને મણીબેન પટેલનો શો સંબંધ?

પિતા-પુત્રી

૫. અંગ્રેજ ફોર્બસને ક્યા ગુજરાતી કવિ સાથે ગાઢ દોસ્તી હતી?

દલપતરામ

૬. ગાંધીજીના અંગત ગુજરાતી સચિવ કોણ?

મહાદેવ ભાઈ દેસાઈ

૭. સંતુ રંગીલીની મૂળ અંગ્રેજી નાટ્રય રચના કઈ?

પિગ્મેલિયન - લેખક  બર્નાર્ડ શો

૮. કિશનસિંહ ચાવડાનું ઉપનામ?

જિપ્સી

૯. ભરૂચ શહેરનું મૂળ નામ

ભુગુકચ્છ

૧૦. ઉપેન્દ્ર ત્રિવેદીને કયું બિરુદ અપાયું છે?

અભિનય સમ્રાટ

No comments:

Post a Comment