Feb 4, 2020

સાક્ષરતા

સંકલન - જયશ્રી પટેલ

શું વિચારો છો?સાક્ષરતા વિષે!મારી વ્યાખ્યા છે..જેણે ભણતર વિના,અક્ષરજ્ઞાન,આધ્યાત્મિક જ્ઞાન અને ભાવનાઓ પર કાબુ મેળવ્યો છે, તે સાક્ષર..!સાવિત્રીબાઈ ફૂલે. અભણ હતા,પતિ જયોતિરાવ ફૂલેએ શિક્ષણ આપ્યું, તેમણે ગ્રહ્યું. ભારતના પહેલા જ ગુરૂમાતા અને શિક્ષિકા. પણ માનસિક રીતે દ્રઢ મનોબળ વાળા, તેથી સાક્ષરતાના ના દેવી. કોઈ પણ દેશની પ્રગતી એટલે સાક્ષરતા પરની નિર્ભરતા.પણ માનસિક રીતે જો સાક્ષરતા ન હોય તો અક્ષરજ્ઞાન માં નિરક્ષરતા જ હોય.પણ માનસિક વિકાસમાં સાક્ષરતા હશે તો અંધ શ્રદ્ધા અને જડત્વ,ધર્મના વાડા અને સ્ત્રી કેળવણી ની નિરક્ષરતા જરૂર દુર થશે.

પ્રશ્ન ૧) 
તમારી સાક્ષરતા વિષેની માન્યતા?
પ્રશ્ન ૨) 
નિરક્ષર કવિ,લેખક સંત વિષે જાણો છો? તેમના નામ ને કોઈ પણ એકની કાવ્ય કે વિચાર ની એક કે બે પંક્તિ.
પ્રશ્ન ૩) 
સાક્ષરતા અભિયાન  કરી શકો તો કેવી રીતે કરશો?
પ્રશ્ન ૪)
બધાજ ઉચ્ચ લેખક લેખિકા કે કવિ કે કવયિત્રી શું વ્યાકરણના ચુસ્ત હિમાયતી હતા - એવું તમે માનો છો? ફક્ત હા કે ના માં જવાબ
--------------
મળેલા જવાબો 
૧)હિરલ

તમારી વાત સાથે ટકા સહમત.  સાક્ષરતા વિશે મારા ખ્યાલો સમયે સમયે બદલાતી સમજને લીધે બદલાયા છે.

હાલ મને જે લોકો આત્માના સાત ગુણ (શાંત, આનંદ, પ્રેમ, સુખ, શુધ્ધ, શકિત, જ્ઞાન)

અને પાંચ અવગુણ (ક્રોધ, માન, માયા, લોભ અને અહંકાર) ને સતત યાદ રાખીને

પોતાના અવગુણને દૂર કરી ગુણને ઉજાગર કરવાની નિરંતર કોશિષમાં છે તેઓ જ માત્ર સાક્ષર જણાય છે.

હું મારી પ્રાર્થનામાં જગતના સર્વે આવા સાધુ-સાધ્વીને (ભલે સંસારમાં પણ હોય) વંદન કરું છું.

બાળકો આત્માના સાત ગુણની બહુ જ નજીક હોવાથી હંમેશા ખુશખુશાલ જણાય છે.


૨) અખો, સંત કબીર વગેરેના દુહા થોડામાં ઘણું શીખવે છે.

૩) બાળકોને બહુ નાનપણથી આત્માના ગુણ અને અવગુણ વિશે સમજ આપવી જોઇએ.

શાળામાં સાત થી દસ વરસના બાળકો સાથે આવી વર્કશોપ, ચર્ચા, આર્ટ ક્લબ, વાંચન-લેખન કરી શકાય.

૪) ખ્યાલ નથી.

૨)સુરેશભાઈ જાની

પ્રશ્ન -૧
અક્ષરનો એક અર્થ છે - નિરંજન નિરાકાર , પરબ્રહ્મ.  - જે તેની નજીક સુધી પહોંચ્યા હોય તે સાક્ષર  - કોઈ પણ કળામાં 
પ્રશ્ન ૨) 
ગંગા સતી -  “મેરુ રે ડગે ને જેનાં મન ના ડગે ,મન રે ભાંગી રે પડે ભરમાંડ રે!
પ્રશ્ન ૩) 
આખી જિંદગી ઊંઘતાં જ કાઢતા   લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો કરવા
પ્રશ્ન ૪) 
ના

૩)હરિશભાઈ દવે
સાક્ષરતા અર્થાત્ માત્ર શિક્ષણ પ્રાપ્તિ નહી..
સાક્ષરતા  એટલે અસ્તિત્વના સર્વાંગી  વિકાસ દ્વારા  સમાજ અને  સૃષ્ટિના વિકાસમાં સહભાગી બનવાની પ્રક્રિયા...

નિરક્ષર કવિમાં સંત દાદુ, કબીર  આદિ યાદ આવે..


No comments:

Post a Comment