Feb 3, 2020

ધોળાવીરા

સંચાલન અને સંકલન - નંદન શાસ્ત્રી

ગુજરાતનું પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર એટલે ધોળાવીરા. જે ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકા ખાતે ખડિરબેટ વિસ્તારમાં આવેલું છે. 



---
-----


આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે અને એ વખતે લગભગ પચાસ હજાર લોકો આ મહાનગરમાં રહેતા હતા તેવું અનુમાન છે. આખું નગર, પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણીકરણી વગેરે જોવા જેવું છે. સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટિંબા તરીકે ઓળખે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના કાર્યકાળ દરમિયાન બીજું બજેટ રજૂ કરતી વખતે દેશનાં પાંચ પુરાતન સ્થળોને વિકસાવવાની જાહેરાત કરી છે, જેમાં ધોળાવીરા પણ સામેલ છે. ધોળાવીરાને આઇકોનિક સાઇટ તરીકે વિકસાવી ત્યાં પુરાતત્ત્વીય મ્યુઝિયમ સહિતના વિકાસ પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

હડ્ડપા અને મોહેંજોદડો પાકિસ્તાનમાં હોવાથી તેના જેટલી પ્રાચીન સભ્યતાના અવશેષો કચ્છની આ જયાએથી પ્રાપ્ત થયા હોઈ ભારત સરકાર તથા ગુજરાત સરકાર ધોળા વીરાને દેશ પરદેશના પ્રવાસીઓ તેની મુલાકાત લે તે હેતુથી વિકસાવવા કટ્ટીબદ્ધ છે. આ પુરાતત્ત્વય રીતે મહત્વના સ્થળને વિષે આપણે ક્વિઝ રમીયે "ગુગમ" ના મિત્રો :

(1) પ્રાચીન ધોળાવીરા કયા  મુખ્ય ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે?
(2) આ નગરમાં શું  બનાવાનું મોટું કારખાનું મળી આવ્યું છે?
(3) અહીંથી પ્રાપ્ત થયેલા અવશેષોમાં કઈ ધાતુ ગાળવાની ભઠ્ઠીઓ મળી આવી હતી?
(4) ધોળાવીરાનું વેપારી મહત્ત્વ હતું શું હતું  અને તે બંદરનો દરજ્જો શો હતો ?
(5) પુરાતત્ત્વના પરિપ્રેક્ષમાં iconic siteનો અર્થ શો થાય ?

જવાબ -

(1) રાજાનો/શાસક અધિકારીનો રાજમહેલ, અન્ય અધિકારીઓનાં આવાસ,  સામાન્ય નગરજનોનાં આવાસ
(2) મોતી બનાવવાનું
(3)તાંબું 
(4)આંતરાષ્ટ્રીય  બંદરનો   દરજ્જો …..ધોળા વીરા અને લોથલ વચ્ચે દરિયાઈ માર્ગે જહાજો થી વેપાર થતો હતો.
(5) આઇકનિક શબ્દ: એફિલ ટાવર પેરિસનું પ્રતીક છે: આદર્શ પ્રતિતાત્મક સાઈટ ; જે પુરાતત્વ સ્થળ જ્યાં પર્યટન ઉદ્યોગ માટે વિશ્વ કક્ષાની સુવિધાઓ હોય,   જે અન્ય પ્રવાસન સ્થળો માટે આદર્શ ઉદાહરણ બને…..…મ્યુઝિયમ પણ હોય.. તે આઇકોનિક.
--------------------
ઉપરોક્ત ધોળા વીરાને   લગતી ક્વિઝ માં ગુગમના નીચે દર્શાવેલ 5 સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ   લીધો હતો :
(1) અશ્વિનભાઈ પંચાલ
(2) જયશ્રીબેન પટેલ 
(3) નિરંજનભાઈ મેહતા 
(4) હરીશભાઈ દવે 
(5) સુરેશભાઈ જાની

1 comment:

  1. પૂરક માહિતી:

    ધોળાવીરાની શોધનો શ્રેય ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના જે પી જોશીને જાય છે પણ તેનું મોટા પાયે ખોદકામ 1990-91માં ડો. આર કે વિષ્ટના નેતૃત્વમાં થયું હતું. કચ્છી માંડુઓ ધોળાવીરાને કોટડા તરીકે જાણે છે. વિસ્તારની દ્રષ્ટિએ જોઇએ તો ધોળાવીરા પૂર્વથી પશ્ચિમમાં 775 મીટર અને ઉત્તરથી દક્ષિણ 600 મીટરમાં ફેલાયેલું હતું તેવા અવશેષો પ્રાપ્ત થયા છે.

    આ શહેરની અનેક વિશેષતા છે જે હડપ્પા સભ્યતાના કોઈ અન્ય ઐતિહાસિક કેન્દ્રમાં જોવા મળતી નથી. હડપ્પા સભ્યતાના અન્ય નગર બે ભાગમાં વિભાજીત હતા જ્યારે ધોળાવીરા ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું. તેમાંથી બે ભાગમાં મજબૂત કિલ્લેબંધી જોવા મળે છે જ્યારે ત્રીજો ભાગ કિલ્લાની બહાર સ્થિત છે. શહેરની ચારે દિશામાં નગરના ચાર દરવાજા હોવાનું પણ જણાય છે.

    અહીંથી પ્રાપ્ત થયેલા સૌથી મહત્વપૂર્ણ અવશેષો દસ શિલાલેખો છે. તે ખાસ કાપવામાં આવેલા પાસાદાર પથ્થરો પર કંડારાયેલા છે. તેની લિપી ઉકેલાઈ શકી નથી. આ લિપીના અક્ષર બહુ મોટા છે. દરેક અક્ષરની લંબાઈ 37 સેમી અને પહોળાઈ 24 સેમી છે.

    આ નગરે પૂર્વ હડપ્પા અવસ્થા, હડપ્પા સંસ્કૃતિની વિકસીત અવસ્થા અને હડપ્પા સંસ્કૃતિના પતનની અવસ્થાને નિહાળી હતી. (નંદન શાસ્ત્રી , એશિયન આર્ટ મ્યુઝિયમ , સાન ફ્રાન્સિસ્કો )

    ReplyDelete