Feb 10, 2020

બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી

સંચાલન - નંદન શાસ્ત્રી

મિત્રો, ગુજરાતની આન , બાન અને શાન વધારવામાં ગુજરાતના પુરાતત્ત્વએ, ઇતિહાસે તથા કલાકારીગરીના લબ્ધપ્રતિષ્ઠિત કલાકારોએ અમૂલ્ય ફાળો આપ્યો છે. આજની ક્વિઝ વિશિષ્ટ સંગ્રહાલય બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરીના સંદર્ભમાં મેં યોજી છે -


૧) આ મ્યઝિયમની સ્થાપના કરવાનું શ્રેય કયા રાજવીને જાય છે અને અનુક્રમે કયા વર્ષે મુખ્ય સંગ્રહાલયનું મકાન અને ત્યારબાદ કલાવિથિકા જાહેર જાણતા માટે ખુલી મુકાઈ હતી ?

૨) આ સંગ્રહાલયમાં કયા ૬ વિભાગો છે? 

૩) આ મ્યુઝિયમનું સંચાલન ગુજરાત રાજ્યની કઈ મિનિસ્ટ્રી કરે છે ?

૪) ગુજરાત રાજ્યના આ સૌથી મોટા સંગ્રહાલયમાં, ૯૧ ફુટ લાંબી બ્લ્યુ વ્હેલનું હાડપીંજર પ્રદર્શિત છે અને યુરોપિયન તૈલચિત્રોનો એશિયાનો સૌથી મોટો સંગ્રહ અહીં પ્રદર્શિત છે. તદુંપરાંત,ઈજિપ્તની કઈ બેનમૂન વસ્તુ પ્રદર્શિત કરેલી છે?


૫) તમે આ મ્યુઝિયમની મુલાકાત કાયા વર્ષ માં લીધી હતી ?

-------------------

જવાબો અહીં 

No comments:

Post a Comment