Jan 14, 2020

જોડાની રામાયણ


ગુગમ સભ્ય શ્રી. પ્રભુલાલ ભારદિયાએ આ વિડિયો મોકલ્યો -
આ બે મિત્રોના નવા જોડાની વાત.


 અને સૌને મજા કરાવી દીધી . 
આ રહી એ મજા ...
------------------------
એક લીટીકા 
જો થઈ છે !
- સુરેશ જાની
---------------------------
લઘુનાટિકા   -   જોડાની રામાયણ 
મહેશ : પંકજ, યાર, મારા આ બૂટ  તો સાવ ફાટી ગયા છે અને આવા મોંઘા બૂટ લેવા પૈસા નથી. તું મદદ કરશે? 
પંકજ : સંકટ સમયે દોસ્ત જ કામ આવે. જો સામે બેઠેલો છે એના બૂટ મોંઘા જણાય છે તે લઇ લઈએ. 
મહેશ : પણ કેવી રીતે? 
પંકજ : તું મારી કમાલ જો. તારા બૂટ કાઢ. 
મહેશે પોતાના બૂટ કાઢ્યા એટલે પંકજે એક પછી એક બૂટ સામે બેઠેલા તરફ ફેંક્યા. સામી વ્યક્તિએ પણ ગુસ્સામાં પોતાના બૂટ કાઢી ફેંક્યા. 
પંકજ : મહેશ તેના બૂટ ઉઠાવ અને ભાગ. 
ખુશ થઇ બન્ને દૂર એક બાંકડે બેઠા અને મહેશે જેવા નવા બૂટ પહેરવા માંડ્યા કે તેણે પોતાનું કપાળ કૂટ્યું. 

પંકજ : કેમ કપાળ કૂટ્યું? 
- નિરંજન મહેતા
-------------------------------
હાઈકૂ
જેવો પ્રહાર
મળે સામે દ્વિગુણો
એવો પ્રહાર
-  મનીશ ઝિંઝુવાડિયા
-------------------

મારો એક વિદ્યાર્થી આવી ને કહે ,”મીસ મારે ફાટેલા ચંપલ વિષે આત્મકથા લખવાની છે,કેવી રીતે લખું ?”

મે કહ્યું બેટા ,”તું ફાટેલું ચપ્પલ છે,એમ સમજી પોતે કહે છે એમ લખવાનું..!”


વિદ્યાર્થી બોલ્યો,”ઓહ મીસ ,તમને કેવી રીતે ખબર મને પપ્પા ગુસ્સામાં “ફાટેલા ચંપ્પલ જેવો કહે છે.”
- જયશ્રી પટેલ
------------------
ડૉક્ટરોનું ગ્રુપ ચા પીવા ભેગુ થયેલ.

સામે થી એક માણસ લંગડાતો ચાલ્યો આવતો હતો.ડૉક્ટરોનું તેની ઉપર ધ્યાન ગયું.

એક ડોક્ટર કહે આ માણસની પીંડીના મસલ્સ ડેમેજ થયા છે.

બીજો કે ના ભાઇ ના તેનો ઘુંટણની ગાદીમાં ગેપ પડી ગઇ છેં.

ત્રીજો કે અરે ભાઇ તેનુ થાપાનું હાડકુ બેંન્ડ થઇ ગયુ છે.
આમ દરેક પોતાની આવડત પ્રમાણે એનાલીસીસ કરતા હતા.


*ત્યાં માણસ નજીક આવી ગયો ને પુછ્યું કે આટલામાં કોઇ મોચી બેસે છે. મારી ચંપલ તુટી છે રીપેર કરાવવી છે.
- અતુલ ભટ્ટ



No comments:

Post a Comment