Jan 23, 2020

'ણું'થી અંત પામતા શબ્દો

સંકલન - શ્રી. નિરંજન મહેતા
      'ગુગમ'ના સભ્યોએ 'ણું' થી અંત પામતા નીચેના શબ્દો શોધી દીધા છે.  હજુ વધારે નામો જડે તો, કોમેન્ટ બોક્સમાં લખી આ ખજાનાને વધારે સમૃદ્ધ કરી શકો છો.


બે અક્ષરવાળા શબ્દો
આણું, ઉણું,  કાણું, ખાણું, ગાણું, ઘણું,ચણું, છાણું, જાણું, જાળું, ઝીણું, ટાણું, તાણું, ત્રાણું, થાણું, નાણું, પીણું, બાણું, ભણું, ભાણું, માણું, લણું, લેણું, વણું, વિણું, વ્હાણું, હણું
ત્રણ અક્ષરવાળા શબ્દો
અથાણું, અઠ્ઠાણું, આથણું, આપણું, એકાણું,  કટાણું, કહેણું, ગરણું, ઘરેણું, ચલાણું, ચવાણું, ચાવણું, ચોરણું, ચોરાણું, જમણું, જીયાણું, જીવાણું,  જોડાણું, ઝરણું, ઢોલાણું, ઢીકણું, તરણું, તાપણું, દેવાણું, દોરાણું, ધીંગાણું, નજરાણું, નવ્વાણું, પંચાણું, પારણું, ફલાણું, ફૂકણું,ફૂકાણું, બમણું, બંધાણું, બારણું, બેસણું,ભરણું, ભરાણું, મહેણું, રાવણું, રોકાણું, સત્તાણું, લમણું, લહાણું, વખાણું, વહાણું,વામણું, વિષાણું, શરણું,

ચાર અક્ષરવાળા શબ્દો
આથમણું, ઉગમણું, ઉઠમણું, ઉપરણું, ઉપરાણું, કરિયાણું, જોડકણું, ડરામણું, તરભાણું, નજરાણું, પાથરણું, બિહામણું, બોઘરણું, મોસૂઝણું, સાવરણું,સોહામણું, હુલામણું
પાંચ અક્ષરવાળા શબ્દો
રળિયામણું,
-------------------------------
-પણું એ એક પ્રત્યય છે જે કૃદંત, નામ અને વિશેષણ સાથે ભાવવાચક તરીકે વપરાય છે. જેમકે
પોતીકાપણું, સારાપણું, વિવેકપણું વગેરે
------------------------
સૌરાષ્ટ્રમાં ભુતકાળ માટે પણ ‘ણું’ અંત વપરાય છે – દેખાણું, સંભળાણું, વંચાણું .....









   

1 comment:

  1. પાંચ અક્ષરનો શબ્દ ઉમેરીએ
    અળખામણું

    ReplyDelete