Jan 22, 2020

અંતાક્ષરી - ૧

એક સાવ નવો નક્કર અને મસ્ત મજા આવી જાય એવો  પ્રયોગ –

તારીખ – ૨૬ જાન્યુઆરી

સમય – ગુજરાતના સવારના ૧૦ થી ૧૧  



સ્થળ - ગુગમ વોટ્સેપ ગ્રુપ 

નિયમો - 

  1. ભાગ લેનાર પહેલા મિત્ર ગુજરાતી કવિતા / ગઝલનો એક શેર / પંક્તિ ( બે  કે ત્રણ લીટી - આખી કવિતા નહીં. ) અથવા હાઈકૂ  લખીને ગુગમ ગ્રુપ પર મુકશે. યાદ હોય તો તે લખનાર કવિનું નામ પણ લખશે. પોતાનો લખેલો શેર હોય તો ઉત્તમ !
  2. શેર રજુ કરનાર મિત્રે શેરના અંતે પોતાનું નામ પણ લખવાનું રહેશે. 
  3. ભાગ લેવા માંગનાર સભ્યે અગાઉથી નામ નોંધાવવાનું રહેશે. સુરેશ જાનીને અંગત સંદેશ આપવા વિનંતી છે - ગ્રુપમાં નહીં. તેઓ દરેકને અનુક્રમ નંબર ફાળવશે. 
  4. પહેલા નંબર વાળા સભ્ય અંતાક્ષરી ચાલુ કરશે.  એમના શેરના છેલ્લા અક્ષરથી શરૂ થતો શેર કે પંક્તિ એમની પછીના સભ્યે રજુ કરવાનો રહેશે. 
  5. જો એ ન કરી શકે તેમ હોય તો ‘પાસ’ કરશે.  
  6. છેલ્લો નંબર આવે એટલે અંતાક્ષરી સમાપ્ત. 
  7. જો સૌનો મુડ હશે અને સમય હશે તો ફરી પહેલા નંબરથી રમત ચાલુ કરવામાં આવશે.
  8. ગુજરાતના શુક્રવારે રાતે ૮-૦૦ વાગે ભાગ લેનાર સભ્યોની નોંધણી બંધ થશે. 
  9. શનિવાર રાતે ૮-૦૦ વાગે સૌને તેમના નંબર આપવામાં આવશે. 
અને……

રવિવાર સવારે ૧૦-૦૦ વાગે અંતાક્ષરી ચાલુ !

No comments:

Post a Comment