Sep 8, 2020

એકાવન અક્ષરી

 નૂતન કોઠારી ( નીલ ) 

      એકાવનાક્ષરી કાવ્ય ના બંધારણ ની સૂચના વિશ્વકર્મા રાઈટર્સ ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. આ ગ્રૂપના સ્થાપક દિનેશભાઈ ગજ્જર દ્વારા ઓગસ્ટ ૨૦૨૦માં એકાવનાક્ષરી કાવ્યની રચનાનું બંધારણ નક્કી કરીને ટાસ્ક-૫૬ આપવામાં આવેલ.

     હાઈકુમાં પ+૭+પ =૧૭ અક્ષરો હોય છે, તાન્કા કાવ્યમાં પ+૭+૫+૭+૭ =૩૧ અક્ષરો હોય છે તેવી જ રીતે એકાવનાક્ષરીમાં 

૭ + ૧૦+ ૭+ ૧૦+ ૭+ ૧૦= ૫૧ 

અક્ષરો હોય છે, જેમાં જોડાક્ષરો માં  આવતા અડધા અક્ષરો ને ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવતા નથી. આ બંધારણમાં હાઈકુ અને તાન્કા કાવ્ય કરતાં થોડા વધુ વિસ્તાર થી વિચારો રજૂ કરી શકાય છે, ઉપરાંત પહેલી લાઈનમાં ૭ અને બીજી લાઈનમાં ૧૦ અક્ષરોની એક સરખી ત્રણ પંક્તિઓ લખી શકાય છે જેથી લયબદ્ધ રીતે કવિતા કે ગઝલ ની જેમ છંદમાં, પ્રાસમાં કે અછાંદસ માં પણ સરળ અને સહજ રીતે લખી શકાય છે. એકાવનાક્ષરી કાવ્ય એ ટૂંકી કાવ્ય રચના અને તદ્દન નવો પ્રકાર છે.

No comments:

Post a Comment