વલી મુસા
દસ્તખત/દસ્તાવેજ અને એવા અન્ય શબ્દોમાં પાયારૂપ શબ્દ ‘દસ્ત’ છે, જે ફારસી ભાષાનો શબ્દ છે અને તે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે તે શબ્દમાં સમાવિષ્ટ હોય છે. ‘દસ્ત’નો મુખ્ય અર્થ હાથ અને આશ્ચર્યજનક એવો ‘જુલાબ’ પણ થાય છે. અહીં ‘જુલાબ’ની સાફસૂફીમાં પરોક્ષ રીતે હાથ છે.
દસ્તખત = સહી (Signature); ખત-લખાણ સ્વીકાર્ય ત્યારે જ બને, જ્યારે સહી થાય. સહી હાથ વડે થાય છે. ગુજરાતીમાં કાંડાં (હાથ) કાપી આપવાં રૂઢિપ્રયોગ છે, જેનો મતલબ સહી કે અંગુઠો કરી આપવો.
દસ્તાવેજ=દસ્ત+અવેજ; કોઈ અવેજની ખરીદી-વેચાણ માટે કરી આપવામાં આવતો લેખ
જબરદસ્ત= જબરા હાથવાળો અર્થાત્ સશક્ત.
દસ્તક = બારણું થપથપાવવું અર્થાત્ બારણે ટકોરા દેવા (Knocking at)
દસ્તરખાન = ભોંય બેસીને ભોજન આરોગવા પહેલાં બિછાવવામાં આવતી સાદડી કે કપડું.
દાસ્તાન= કહાણી દસ્તગીર = હાથ ઝાલનાર (સહાયક)
દસ્તો=સાંબેલું, ખલમાં પીસવા માટેનો પથ્થર
દસ્તબંદ= બાહુનું ઘરેણું
દસ્તકાર=કારીગર
દસ્તૂર=પરંપરા, રિવાજ
No comments:
Post a Comment