Feb 11, 2020

સંખ્યા અને કહેવતો / રૂઢિપ્રયોગો

સંકલન / સંચાલન - વિમળા હીરપરા/ સુરેશ જાની

કહેવતો / રૂઢિપ્રયોગો તો હજારોની સંખ્યામાં હશે . પણ અહીં એવી શોધ કરવાની છે કે, એમાં કોઈ સંખ્યા વપરાઈ હોય.


મિત્રોને આ શોધ કરવા કહ્યું અને બધા મચી પડ્યા. સુજાના સંબંધીઓ અને મિત્રો ય ગોતવા માંડ્યા.

ભાગ લેનાર મિત્રો
અતુલ ભટ્ટ
ઋચા જાની
ચિરાગ પટેલ
જતિન
જયશ્રી પટેલ
નિરંજન મહેતા

નીલમ દોશી
મનીશ ઝિંઝુવાડિયા
રમેશ બાજપાઈ
રાજુલ કૌશિક
લતા હીરાણી
વલી મુસા
વિમળા હીરપરા
સુરેશ જાની
હરીશ દવે

સંબંધીઓ અને મિત્રો -

અંજલિ ભટ્ટ
કૃપા શુકલ

રાજેશ્વરી શુકલ
હરેન્દ્ર ભટ્ટ

અને...

અ..ધ..ધ..ધ.... 

૧૩૯ કહેવતો/ રૂઢિપ્રયોગો ભેગાં  થઈ ગયાં. આ રહ્યાં -

  1. અગિયારશને ત્યાં બારસ પરોણો
  2. અણી ચૂક્યો સો વરસ જીવે
  3. અષ્ટમ પષ્ટમ
  4. આંખો ચાર થવી
  5. આમદાની અઠ્ઠની ખર્ચા રુપૈયા
  6. ઊંટના અઢારે અંગ વાંકા
  7. એક અનાર સો બીમાર
  8. એક કરતા બે ભલા
  9. એક ઘા અને બે કટકા
  10. એક તો કારેલું  ને પાછું લીમડે ચઢ્યું.
  11. એક નન્નો સો દુ:ખને હણે
  12. એક નૂર આદમી હજાર નૂર કપડાં
  13. એક પંથ દો કાજ
  14. એક મગની બે ફાડ
  15. એક મરણિયો સોને ભારી
  16. એક મ્યાનમાં બે તલવાર ન સમાય
  17. એક લાકડીએ હાંકવું
  18. એક સાંધતા તેર તુટે
  19. એક હાથે તાળી ન પડે.
  20. એકડો ઘૂટો તો જ બગડો આવડે
  21. એકડો પાડવો
  22. એકથી ભલા બે
  23. એકના બે ન થવું
  24. એકનુ બે કરવું
  25. એકે હજારા
  26. એની આંખો ચાર થઈ ગઈ
  27. ઓગણીસ વીસનો ફરક
  28. કેટલા વીશે સો થાય
  29. કોથળામાં પાંચ શેરી
  30. ગધ્ધા પચીસી
  31. ચંડાળ ચોકડી
  32. ચમડી તૂટે પણ દમડી ન છૂટે
  33. ચાર ચોટલા વાળી કોઈ મોકલે તો પણ ન લેશો.
  34. ચાર દહાડાનું ચાદરણું
  35. ચાર દિન કી ચાંદની
  36. ચાર મળે ચોટલા ત્યાં ભાંગે કોઈના ઓટલા.
  37. ચારસો વીસી કરવી
  38. ચોરની ચાર આખો
  39. ચૌદમું રતન
  40. ચૌદસિયો
  41. છગ્ગો મારવો
  42. છટ્ઠીનું ધાવણ યાદ કરાવીશ
  43. છઠ્ઠી પૂજવી
  44. જગ બત્રીસીએ ચઢવુ
  45. જર ચાહ્ય સો કર-પૈસાથી સો કામ થાય
  46. જર જમીન ને જોરૂ એ ત્રણ કજીયાના છોરૂ
  47. જાણીતો હવાલદાર બે દંડા વધુ મારે
  48. ટકાનું ત્રણ શેર
  49. ત્રણ ત્યાં ત્રેખડ.
  50. ત્રણ ત્રેખડ અલ મેખડ
  51. ત્રણ સાંધતા તેર તૂટે
  52. ત્રાજવા તોફાવવા
  53. ત્રેવડ ત્રીજો ભાઈ.
  54. દશેય આંગળી ઘીમાં
  55. દસ નંબરી
  56. દસે આંગળીઓ સરખી ન હોય.
  57. દેડકાની પાંચશેરી
  58. દો દિન કી ચાદની ફિર અંધેરી રાત
  59. ન બોલવામા નવ ગુણ
  60. નવ દો ગ્યારા
  61. નવ નગદ, તેર ઉધાર
  62. નવી વહુ નવ દહાડા
  63. નવ્વાણુંનો ધક્કો
  64. પંચ ત્યા પરમેશ્વર
  65. પંચ બોલે તે પરમેશ્વર
  66. પહેલું સુખ તે જાતે નર્ચા
  67. પાંચ ના પચ્ચીસ
  68. પાંચ માં પુછાવું
  69. પાંચને પૂરા પડવુ
  70. પાંચે આંગળીએ પૂજવું
  71. પાંચેય આંગળીઓ સરખી ના હોય
  72. પાચમ પર છઠ ના થવી
  73. પાશેરીમાં પહેલી પૂણી
  74. પૈની પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં
  75. પૈસા પાંચ શેરનું કોળું,ને નાનાં મોટાનું ટોળું
  76. બગડે બે
  77. બત્રીસી તોડવી
  78. બત્રીસી બતાવવી
  79. બળિયાના બે ભાગ
  80. બાંધી મુઠી લાખની
  81. બાઈજી પાઈજી ગીત ગાવ તો કહે સો જણ મારા જડબા ઝાલો
  82. બાકર બચ્ચા લાખ, લાખે બિચારા. સિંહણ બચ્ચું એક, એકે હજારા
  83. બાર ગાઉએ બોલી બદલાય
  84. બાર વગાડી દઈશ.
  85. બાર વરસે બાવો બોલ્યો
  86. બાર વાગવા
  87. બાર હાથનું ચિભડું અને તેર હાથનું બી
  88. બારમો ચંદ્રમાં
  89. બારે બુદ્ધિ, સોળે સાન ને વીસે વાન
  90. બારે મેઘ
  91. બાવા બાર ને લાડવા ચાર
  92. બાવાના બેઉ બગડ્યા
  93. બે આંખ ની શરમ
  94. બે કાન વચ્ચે માથુ કરવુ
  95. બે ઘરનો પરોણો ભૂખે મરે
  96. બે ધારી તલવાર
  97. બે બદામ નો
  98. બે બાપના થવું
  99. બે હાથ વિના તાળી ન પડે
  100. બેય હાથ માં લાડુ
  101. બોલે તે બે ખાય
  102. ભુખડી બારસ
  103. રાજા વાજા ને વાંદરા ત્રણેય સરખા
  104. રૂપિયા ની પાંચ આની
  105. લાખ ટકા ની વાત
  106. લાખ મળે નહી ને લખેશ્રી થઈએ નહીં
  107. લાખના બાર હજાર
  108. લાખો / હજારો માં એક
  109. લાખોમાં રમવું
  110. લૂલો લહાણી કરે અઢાર જણ પગ ધૂવે
  111. વહુની અધેણી અને બાપનુ બારમુ જીવનમા એક જ વાર આવે
  112. વહેલો તે પહેલો, ને ભૂલે તે ઘેલો
  113. વીસ વસા
  114. સવાશેર સૂંઠ ખાવી
  115. સાઠે બુદ્ધિ નાઠે
  116. સાડા સાતી બેસવી
  117. સાત સમંદર પાર
  118. સાતમા આસમાને પહોચવુ
  119. સો ઉંદર મારી બિલ્લીબેન પાટે બેઠાં
  120. સો ગળણે ગળી પાણી પીવું
  121. સો ચુહા મારકે બિલ્લી હજ કરને ચલી
  122. સો ટકા / સોળ આની
  123. સો ટકા ની વાત
  124. સો ટચ નું સોનુ
  125. સો દાડા સાસુના તો એક દાડો વહુનો
  126. સો વાતની એક વાત
  127. સો સોનારકી તો એક લુહારકી
  128. સોના સાઈઠ હજાર
  129. સોલે સાન વીસે વાન
  130. સોળ આની એક રતી
  131. સોળ શણગાર / કળા
  132. સોળ આના ને એક રતી
  133. સૌ સુનારકી એક લુહાર કી
  134. હજાર હાથવાળો
  135. હાથી જીવતો લાખનો ને મરે તો સવા લાખનો
  136. હિસાબ કોડીનો, બક્ષિસ લાખની

No comments:

Post a Comment