Jan 4, 2020

હાઈકુ વર્કશોપ - ૧

આ ચિત્ર ઉપરથી હાઈકુ લખવાની વર્કશોપ 
૪,જાન્યુઆરી - ૨૦૧૨૦


ચાલને ફરી

એકડો ઘૂંટીએ તો?

ફરી લિટાડા !

- સુરેશ જાની

નહીં મળેતો?

ફરી આનંદ આવો

મોટા થઈને !

- મનીશ ઝિંઝુવાડિયા

મળ્યુ બાળ

ખડ ખડ હસતું

પારણા માં!

- વિનોદ ભટ્ટ

ફૂલડાં ખીલ્યાં

ઘેઘૂર વૃક્ષ તળે

આકાશ નવું!

- ચિરાગ પટેલ

'ક' તો  લખાયો

'એ' કેવો  શરમાયો?

'વહી'(+) પંક્તિ માં!

- જયશ્રી પટેલ

+  વહી = નોટબુક


આ પ્રેમપત્ર(*)

ઈશ્વરના, આપીએ

સૌ આશીર્વાદ

- નીલમ દોશી

(*) ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોર બાળકોને ઈશ્વરના પ્રેમપત્ર કહેતા હતા. 

જોઈ બાળકો 

આવ્યું શૈશવ યાદ 

મન ઉદાસ

- નિરંજન મહેતા


No comments:

Post a Comment