Jan 28, 2020

'-તું'થી અંત પામતાં પંચાક્ષરી વિશેષણો


ગુગમ મિત્રો!
આજ તારીખ 28-01-2020 ની શબ્દરમતમાં ઉમંગભેર ભાગ લેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આજે આપણે ગુજરાતી ભાષાના કેટલાંક ખાસ દમદાર વિશેષણોની યાદી બનાવી.
આપ વિચારો કે આપણી યાદી આવનારી પેઢીઓને શબ્દભંડોળ વધારવામાં કેટલી મદદરૂપ થશે!
આ વિશેષણો પાંચ અક્ષરના એવા શબ્દો છે, જે - તું’ (તો/તી) અક્ષરોથી અંત પામે છે તથા જેમાં-
(1) પ્રથમ બે અક્ષર ફરી પ્રયોજાય છે, જેમકે મઘમઘતું’, ‘બડબડતુંઆદિ (યાદી 1)
અથવા
(2) પ્રથમ બે અક્ષરના પ્રાસમાં પછીના બે અક્ષર પ્રયોજાય છે (યાદી 2), જેમકે ચકમકતું’, ‘ઝગમગતું’ .. પરંતુ તેમાં તરફડતુંનહીં ચાલે.


'ગુગમ'ના સભ્યોએ તૈયાર કરેલી યાદીનું સંકલન:


યાદી (1)
કચકચતું     કટકટતું    કડકડતું    કળકળતું    ખડખડતું    ખણખણતું    ખદખદતું
ખળખળતું   ગડગડતું   ગણગણતું  ચકચકતું   ચમચમતું    છલછલતું    ઝણઝણતું
ટમટમતું    ઠનઠનતું   તડતડતું    તમતમતું   તસતસતું   થનથનતું     થનથનતું
દડદડતું    ધગધગતું  ધડધડતું    ધણધણતું   ધમધમતું   પટપટતું      ફગફગતું
ફડફડતું    ફરફરતું    ફળફળતું    બડબડતું    બણબણતું  બળબળતું     ભડભડતું
ભમભમતું  મઘમઘતું  મણમણતું   મસમસતું   લસલસતું   વલવલતું     સણસણતું
સનસનતું  સમસમતું  સરસરતું    હડહડતું     હણહણતું    હળહળતું

યાદી (2)
કરગરતું     કલબલતું     ખદબદતું     ખળભળતું     ગડબડતું     ચકમકતું
ચણભણતું   છટપટતું      ઝગમગતું    ઝરમરતું       ઝળહળતું    ટળવળતું
ડગમગતું    તરવરતું     થનગનતું     ધસમસતું      રણઝણતું    રમઝમતું
રુમઝુમતું    લડખડતું     સળવળતું     હડબડતું

અમુક સૂચવાયેલા શબ્દોને યાદીમાં સમાવવા અંગે દ્વિધા થતી હતી. ખાસ કરીને નીચેના શબ્દો માટે સૌનો અભિપ્રાય, ભાષા-નિષ્ણાતો અને શબ્દકોશની મદદ લેવી હિતાવહ છે.
મરમરતું      રમરમતું      રસબસતું      વખવખતું

આપ સૌ વાચક મિત્રો નીચે કોમેન્ટમાં આ પ્રકારના નવા શબ્દો ઉમેરી યાદીને વિસ્તૃત કરવામાં યોગદાન આપી શકશો.
ધન્યવાદ .



No comments:

Post a Comment