Dec 6, 2020

શબ્દસમૂહ માટે એક શબ્દ

 સંચાલક - નૂતન કોઠારી 'નીલ'

 

૧. ચાલતાં ચાલતાં વારંવાર ઊભું રહી જનાર.

૨. પહાડની તળેટીની સમભૂમિ.

૩. સમુદ્રમાં ઊઠતું ઝંઝાવાતી તોફાન.

૪. પોતાની જાતની છેતરપિંડી.

૫. એકની એક વાત વારંવાર કરવી.

-------

[ કૌંસમાં લગભગ એ જ અર્થ વાળા બીજા શબ્દો ]

૧,   અડિયલ  ( રગશિયું )

૨. ઉત્પત્યકા ( તળેટી, ખીણ )

૩. હરિકેન (  ત્સુનામી, ટોર્નેડો, ટાયફૂન, વાવાઝોડું, ચક્રવાત, વડવાનલ, વાયુગુલ્મ, દલાઢક, અપસ્વાન )

૪. આત્મવંચના

૫. પિષ્ટપેષણ ( રટણ, બડબડાટ, પુનરોક્તિ)

No comments:

Post a Comment