Dec 26, 2020

પ્રશ્નોત્તરી - ટપલીદાવ

 સહિયારી રમતનો નવો પ્રકાર - 

બધા જ સવાલ પુછનારા અને બધા જ જવાબ આપનારા!

રમતવીરો - દીપ્તિ દોશી, સુરેશ જાની, નિરંજન મહેતા, રાજેંદ્ર દિંડોડકર, અનલ ભટ્ટ,  વસુધા વાસાણી

વાચા વિણ બોલ્યા કરે,
ચાલે છે વિણ પગ,
કાંટા પણ વાગે નહી,
જેને માને આખુ જગ.

...બોલો કોણ?

ઘડિયાળ

પઢતો પણ પંડિત નહિ,
પૂરો  પણ  નહિ    ચોર.
ચતુર હોય   તો  ચેતજો,
મધુરો   નહિ  ઍ    ચોર.

...બોલો કોણ?

પોપટ

પડી પણ ભાંગીનહીં
ટુકડા થયા બે ચાર
વગર પાંખે ઉડી ગઈ
ચતુર કરો વિચાર.

વિજળી

પીળો પણ પોપટ નહિ
કાળો પણ નહી નાગ,
પાંખો પણ પંખી નહિ
ડસે પણ નહિ નાગ.

.......બોલો કોણ?

ભમરો 

કરણઘેલોના લેખક?

નંદશંકર મહેતા

એવું શું છે જે બહાર મફતમાં મળે છે, પણ દવાખાનામાં પૈસા આપવા પડે છે?

સલાહ

 ભારતનું પ્રથમ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય કયું છે અને ક્યાં આવેલુ છે ?

હિંગોળગઢ , જસદણ ( રાજકોટ ) પાસે

‘ન’ થી શરૂ થતી કહેવતો 

નાચવું નહિ તેનુ આંગણું વાંકુ
ન બોલ્યામાં નવ ગુણ
નાનો પણ રાઈનો દાણો
નાગો નહાય શુ ને  નિચોવે શું ?
નવે નાકે દિવાળી
નનગુણિયાને ગુણ કરે તે આટાલુણમાં જાય

ઝેર તો પીધા જાણી જાણી નાં લેખકનું નામ અને ઉપનામ

મનુભાઈ પંચોળી, દર્શક

લગ્ન પહેલાં બાપ પોતાના છોકરીને શું આપે છે, જે લગ્ન પછી લઈ લે છે?

અટક 

ભારતનું એકમાત્ર એવું ક્યુ શહેર છે જે એકસાથે બે રાજ્યોની રાજધાની છે..?

ચંડીગઢ

સિધ્ધરાજ જયસિંહના માતા અને પિતાનાં નામ શાં હતાં ? એમના દીકરાનું નામ શું? એના પછી કોણ રાજા બન્યો?

કર્ણ્દેવ, મીનળદેવી, એમને સંતાન ન હતું . કુમારપાળ એમના પછી રાજા બન્યો.

બકુલ ત્રિપાઠી ની કોલમનું  નામ?

ઠોઠ નિશાળીયો ને કક્કો ને બારાખડી

નર્મદ ક્યાંના રહેવાસી

સુરત

આપણા ગ્રુપમાં કેટલા મેમ્બર છે? કેટલી મહિલાઓ ? 

૧૯, ૧૧ મહિલાઓ

એશિયામાં આવેલ એકમાત્ર જંગલનું નામ આપો જે શહેરની વચ્ચો વચ્ચ આવેલું હોય.

વિક્ટોરિયા પાર્ક, ભાવનગર

ઝાડનું બહુવચન?

ઝાડ

ગુજરાત નું સૌથી જૂનું બંદર? 

લોથલ-ધોળા વીરા

No comments:

Post a Comment